બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Know the area wise exit poll of Gujarat

ગુજ'રાજ' 2022 / ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના ગઢ સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટા પર જમાવી પકડ, જુઓ ઝોન પ્રમાણે EXIT POLL

Dinesh

Last Updated: 09:53 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વિસ્તાર વાઈઝ જાણીએ એક્ઝિટ પોલ; સૌરાષ્ટ્ર, કચ્છમાંથી 33-37 બેઠકો ભાજપ જીતી શકે, ઉત્તર-મધ્યમાંથી 18-22 ભાજપ અને કોંગ્રેસ 8-12 મળી શકે છે

  • ગુજરાતના વિસ્તાર વાઈઝ જાણીએ એક્ઝિટ પોલ
  • સૌરાષ્ટ્ર, કચ્છમાંથી 33-37 બેઠકો ભાજપ જીતી શકે 
  • ઉત્તર, મધ્યમાંથી 18-22 ભાજપ અને કોંગ્રેસ 8-12  મળી શકે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે તેમજ હવે પરિણામ તરફ સૌ કોઈની નજર ટકેલી છે. આ બધાની વચ્ચે આજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. જે આંકડા બતાવી રહ્યાં છે કે, ભાજપ પોતાનું 27 વર્ષનું શાસન યથાવત રાખી શકે છે તમને જણાવીએ તો TV9ના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યાં છે જેમાં ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બને તેવું દર્શાવે છે તેમજ ભાજપને 125થી 130 બેઠક મળી શકે છે અને AAPને માત્ર 3થી 5 બેઠક મળી શકે છે. કોંગ્રેસને 40થી 50 બેઠક મળશે તેમજ ગુજરાતમાં અન્યના ફાળે 3થી 7 બેઠક જઈ શકે છે 

વોટ શેયર બાબતે એક્ઝિટ પોલ
સર્વે અનુસાર વોટ  શેયર ટકાવારી જોઈએ તો ભાજપ જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે, ગુજરાત ચૂંટણીમાં ભાજપ 47 ટકા વોટ મેળી શકે છે. તેમજ એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ 35 ટકા મત મળી શકે છે. તે સિવાય આમ આદમી પાર્ટીને 12 ટકા મત મળી શકે છે. તેમજ અપક્ષ ઉમેદવારોના ખાતામાં 6 ટકા મત જઈ શકે છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતના આંકડા
એક્ઝિટ પોલના વિસ્તાર વાઈઝ આંકાડા તપાસીએ તો જાણી શકાય છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છ બંન્નેની મળીને કુલ 54 બેઠકો છે. જેમાં 33-37 બેઠકો ભાજપ જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 14-18 બેઠકો પર કબજો મેળવી શકે છે. તેમજ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેમના ખાતામાં 1-3 બેઠકો મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ભાજપને 35 બેઠકો અને કોંગ્રેસને 2-4 તેમજ આમ આદમી પાર્ટીને 1-3 વચ્ચે બેઠકો મળી શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતનો શું કહે છે એક્ઝિટ પોલ
ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ બતાવી રહ્યો છે કે, 32માંથી 18-22 ભાજપ અને કોંગ્રેસ 8થી12  તેમજ આમ આદમી પાર્ટીના ખાતામાં જઈ શકે છે. જ્યારે 1-3 બેઠકો આમ આદમી પાર્ટીના ખાતામાં જઈ શકે છે. મધ્ય ગુજરાતમાં 61 બેઠકોમાંથી ભાજપને 42-44 બેઠકો અને કોંગ્રેસને 14-18 જ્યારે આમ આદમી પાર્ટીને 1-3 બેઠકો મળી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Election Exit Poll 2022 Gujarat Exit Poll 2022 Gujarat election 2022 ચૂંટણી Gujarat Exit Poll 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ