બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know taste buds should salt chaat masala eaten on top of fruit or not?
Ajit Jadeja
Last Updated: 09:51 PM, 11 April 2024
ઉનાળો આકરો બની રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આવી ગરમીમાં ઘણા લોકો ચાટ મસાલો અને મીઠું ઉમેરીને ઘણા ફળો ખાતા હોય છે. પરંતુ તમે નહી જાણતા હોવ કે સ્વાદ વધારવાની આ પદ્ધતિ તમારા ખોરાકના પોષક મૂલ્યને ઘટાડી શકે છે.
ADVERTISEMENT
આપણને સ્વાદવાળુ ખાવાનો ઘણો શોખ હોય છે. કોઇ પણ ફળને ખાતા પહેલા આપણે સ્વાદિષ્ઠ બનાવવા માટે ચાટ મસાલો ઉમેરીએ છીએ. સ્વાદ વધારવા માટે આપણે ઘણી વખત ખોરાકમાં એવી ભૂલો કરીએ છીએ જેનાથી તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. જેમ કે ચામાં ખાંડ અને દૂધ ઉમેરવું, દહીંમાં મીઠું અથવા ખાંડ ઉમેરવી અથવા ફળોમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરવું. ફળો તંદુરસ્ત આહારનો એક ભાગ છે. તેમાં આવા ઘણા એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે જે આપણા શરીર માટે જરૂરી છે. ઘણા લોકો તેમાંથી ફ્રુટ સલાડ બનાવે છે. તો કેટલાક લોકો આ રીતે પણ ખાય છે. અહીં જાણો ફળ ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
ઉનાળાની ઋતુ છે ત્યારે ગરમી પણ વધુ પડી રહી છે. તરબૂચ ખાતી વખતે ઘણા લોકો તેની ઉપર કાળું મીઠું અથવા ચાટ મસાલો નાખે છે. કેટલાક લોકો તરબૂચ પર ખાંડ નાખીને ખાય છે. શું તમે જાણો છો કે આમ કરવાથી તમે તેના પોષક તત્વોનો નાશ કરી રહ્યા છો? જ્યારે આપણે ફળો પર મીઠું અથવા ખાંડ નાખીએ છીએ, ત્યારે તે વધુ પાણી છોડે છે. આવી સ્થિતિમાં પાણીની સાથે તેની અંદર રહેલા ઘણા પોષક તત્વો પણ બહાર નીકળી જાય છે. જો તમે સ્વાસ્થ્ય માટે ફળો ખાતા હોવ તો તમને ઓછો ફાયદો થશે.
આજકાલ મોટાભાગના ફળો પર ખતરનાક જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. ફળો ખાતા પહેલા તેને સારી રીતે ધોવા પણ જરૂરી છે. જો તમે સાવચેત ન રહો તો તમારે લાભ કરતાં વધુ નુકસાન સહન કરવું પડી શકે છે. ફળોને થોડીવાર પાણીમાં પલાળી રાખો. તેમને ઓછામાં ઓછા 20 મિનિટ માટે મીઠું, ખાવાનો સોડામાં રહેવા દો. આ પછી સાદા પાણીથી ધોઈ લો અને પછી ફળોને ખાવા જોઇએ.
મીઠું ઉમેરવાથી ફળોમાં સોડિયમનું પ્રમાણ વધે છે. ફળોમાં ઘણાં ખનિજો હોય છે અને તેને વધારાના મીઠાની જરૂર હોતી નથી. આવું કરવાથી તમારી કિડનીને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જો તમને કિડની સંબંધિત સમસ્યા હોય તો આ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.