બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ 5 લક્ષણો દેખાય તો સમજી લેવું કે વિટામિન B12ની છે ઊણપ, ચેતી જજો!

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / આ 5 લક્ષણો દેખાય તો સમજી લેવું કે વિટામિન B12ની છે ઊણપ, ચેતી જજો!

Last Updated: 02:59 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તંદુરસ્ત શરીર માટે વિટામિન્સ લેવા જ જોઈએ. વિટામિન્સની વાત કરીએ તો, કુલ 13 વિટામિન્સ છે. જો કે એવામાં સૌથી મહત્ત્વનું વિટામિન જો હોય તો એ છે વિટામિન B12. જો આ વિટામિન B12 ની ઊણપ હશે તો હાથ અને પગમાં નબળાઈ આવી શકે છે.

1/6

photoStories-logo

1. લક્ષણો

વિટામિન B-12 શરીરમાં નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. વિટામિન B12 ની ઊણપને કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. કેટલાક લક્ષણો તો એવા છે કે, જે આપણને રાત્રે દેખાઈ જાય. તો ચાલો જાણીએ, રાત્રે વિટામિન B12 ની ઊણપને કારણે કયા-કયા લક્ષણો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. થાક

જો તમે કામ વધારે નથી કર્યું અથવા કામ કર્યા વગર જ થાક લાગે છે, તો સમજી જવું કે તે વિટામિન B12 ની ઊણપનું એક લક્ષણ છે. આ વિટામિન B12 ની ઊણપ ઓક્સિજનની સપ્લાયને અસર કરે છે જેના કારણે વ્યક્તિ નબળાઇ અને થાક અનુભવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હાથ અને પગમાં કળતર

શરીરમાં વિટામિન B-12 ની ઊણપને કારણે હાથ-પગમાં કળતર જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. વિટામિન B12 ની ઊણપ નર્વસ સિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર કરે છે જેના કારણે હાથ અને પગમાં કળતરની સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માથાનો દુખાવો

જો તમને રોજ રાત્રે માથાનો દુખાવો થતો હોય તો સમજવું કે વિટામિન B12 ની ઊણપ છે. જો કે, માથાનો દુખાવો થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટર પાસે જવું અને ડૉક્ટરની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઊંઘની સમસ્યાઓ

જો તમે રાત્રે સૂતી વખતે વારંવાર જાગી જાઓ છો તો સમજવું કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઊણપ હોઈ શકે છે. વિટામિન B-12 મેલાટોનિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જે ઊંઘની સમસ્યાઓને નિયંત્રિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. યાદશક્તિ પર અસર

વિટામિન B12 ની ઊણપ યાદશક્તિને નબળી કરી શકે છે. વિટામિન B12 ની ઊણપને કારણે તમને વિચારવામાં પણ તકલીફ પડે છે. જો તમારી યાદશક્તિ નબળી પડી રહી છે, તો તમારે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips Health Vitamin B12

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ