બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમારા શરીર પર તલ છે? જાણી લો કઈ જગ્યાએ તલનો શું થાય છે અર્થ

સમુદ્ર શાસ્ત્ર / શું તમારા શરીર પર તલ છે? જાણી લો કઈ જગ્યાએ તલનો શું થાય છે અર્થ

Last Updated: 05:00 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલ આપણા ચરિત્ર વિશે ઘણું જણાવે છે. સામાન્ય રીતે, તલ દરેકના શરીર પર હોય છે. એક તરફ તલ વ્યક્તિની સુંદરતામાં સૌંદર્યનો ઉમેરો કરે છે, બીજી તરફ, તલ વ્યક્તિના સ્વભાવને વ્યક્ત પણ કરે છે. જો તમારા શરીર પર તલ અથવા મસ્સા છે, તો પછી તમારા શરીર પર તલનો અર્થ શું છે તે જોઈએ.

આપણા શરીર પર જન્મજાત ઘણા પ્રકારના નિશાન હોય છે, જેને આપણે આપણે તલ, મસ્સા અને લાલ મસ્સા કહીએ છીએ. ત્યારે જણાવી દઈએ કે સમુદ્રશાસ્ત્રમાં શરીર પર તલનું અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. શરીર પરના તલ વ્યક્તિના ભવિષ્ય અને ચરિત્ર વિશે ઘણું બધું દર્શાવે છે. તલ અને મસ્સા બંનેની એક સરખી જ અસર થાય છે. લાલ તલ શરીરના જે ભાગ પર હોય એ શુભ માનવામાં આવે છે, જયારે કાળા ટલ કોઈક જગ્યાએ શુભ અને કોઈક જગ્યાએ અશુભ અસર કરે છે.

ચહેરા પર તલ

સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરા પર તલ હોવું સુખી, સમૃદ્ધ અને સૌમ્ય હોવાનો સંકેત છે. આ વ્યક્તિનું નસીબ સમૃદ્ધ હોય છે. જીવનસાથી સજ્જન હોય છે. ગાલ પર લાલ તલ શુભ પરિણામ આપે છે. ડાબા ગાલ પર કાળો તલ હોય એ વ્યક્તિને ઘણો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ જમણા ગાલ પરનો તલ વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે. જો જડબા પર તલ હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે. એવી સ્ત્રી કે જેની દાઢી પર તલ હોય, તો તેનામાં મિલનસારતા ઓછી હોય છે. હોઠની ડાબી બાજુ તલ હોય તો જીવનસાથી સાથે મતભેદ બની રહે છે, તાલમેલનો અભાવ હોય છે.

mole-2

હોઠ પર તલ

નીચલા હોઠ પર તલનું નિશાન હોય એ લોકો ખાવા પીવાના શોખીન હોય છે. આ વ્યક્તિઓ તેમના ક્ષેત્રમાં વિશેષ સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, આવી વ્યક્તિમાં કામની ભાવના વધુ હોય છે, તે વિરોધી લિંગ તરફ આકર્ષાય છે.

કપાળ પર તલ

સમુદ્રશાસ્ત્ર મુજબ, કપાળના મધ્ય ભાગમાં તલવાળી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભાગ્ય તેમને સાથ આપે છે, જીવનમાં સફળ થાય છે. કપાળ પર જમણી બાજુએ તલ કોઈ ચોક્કસ વિષયમાં નિપુણતાની નિશાની છે, પરંતુ ડાબી બાજુએ તલ ઉડાઉ હોવાની નિશાની છે.

છાતી પર તલ

છાતીની જમણી બાજુ તલ હોય એવા પુરુષો ભાગ્યશાળી હોય છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, જે વ્યક્તિની છાતીની જમણી બાજુ પર તલ હોય છે તે શ્રીમંત હોય છે અને તેનો જીવનસાથી સુંદર અને લાયક હોય છે. જે વ્યક્તિની છાતીની ડાબી બાજુ તલ અથવા મસ્સા હોય છે, તે મોટી ઉંમરે લગ્ન કરે છે. છાતીની મધ્યમાં તલ સુખી જીવન સૂચવે છે. જો કોઈ સ્ત્રીના હૃદય પર તલ છે, તો તે ભાગ્યશાળી હોય છે.

mole-3

પેટ પર તલ

જે વ્યક્તિના પેટ પર તલ હોય તે ખાવાના શોખીન હોય છે. જો તલ નાભિની ડાબી બાજુ હોય, તો વ્યક્તિને પેટની બિમારીથી પીડિત હોય છે. જેની નાભિ પર તલ હોય, તેઓને જાતીય રોગ થવાની સંભાવના રહે છે.

હાથ પર તલ

હાથ પર તલ હોવું બુદ્ધિશાળી હોવાની નિશાની છે. જો જમણી હથેળી પર તલ હોય તો તે મજબૂત હોય છે અને જો જમણી હથેળીના પાછલા ભાગમાં હોય તો તે સમૃદ્ધ હોય છે. જો ડાબી હથેળી પર તલ હોય, તો ઉડાઉ હોય છે, અને જો ડાબી હથેળીની પાછળની બાજુ તલ હોય, તો તે કંજુસ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, હથેળી પર અંગૂઠાની નીચેના ભાગ પર તલ હોય છે તે કામુક હોય છે. તેમને ગુપ્ત રોગ થવાની સંભાવના રહે છે. જો અંગૂઠા પર તલ હોય, તો તે વ્યક્તિ કાર્યક્ષમ, કુનેહપૂર્ણ અને ન્યાયી હોય છે. જેની પહેલી આંગળી પર તલ હોય છે, એ લોકો વિદ્વાન, ગુણવાન અને ધનવાન હોય છે અને તેઓ દુશ્મનો સાથે લડે છે.

આંખ પર તલ

જો જમણી આંખની કિકી પર તલ હોય તો તે વ્યક્તિ ઉચ્ચ વિચાર ધરાવતો હોય છે. આંખની કિકી પર તલવાળા લોકો સામાન્ય રીતે ભાવનાત્મક હોય છે. જો તલ આંખના પોપચા પર હોય, તો વ્યક્તિ સંવેદનશીલ હોય છે. જમણા પોપચાં પર તલવાળા વધુ સંવેદનશીલ હોય છે. જમણી આંખ પરની તલ જીવનસાથી સાથે સુમેળ હોવાનો અને ડાબી આંખ પરની તલ સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા હોવાનો આભાસ આપે છે.

ગળા પર તલ

ગળા પર તલ હોય તે વ્યક્તિનો અવાજ સારો હોય છે. આવી વ્યક્તિઓ તેમના અવાજનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકે છે. તેઓ સંગીત અને ગાયનના શોખીન હોય છે. જો ગળાના પાછલા ભાગ પર તલ હોય તો વ્યક્તિને કરોડરજ્જુમાં સમસ્યા થઈ શકે છે.

વધુ વાંચો: નજર દોષથી મુક્તિ મેળવવી છે? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

પગ પર તલ

સમુદ્રશાસ્ત્ર મુજબ, જે લોકોના પગ પર તલ હોય તેઓને તેમના જીવનમાં વધુ મુસાફરી કરવા મળે છે. જમણા પગની એડી અથવા અંગૂઠા પર તલ હોવાને શુભ પરિણામ માનવામાં આવે છે. જો તલ ડાબા પગમાં હોય, તો પછી તેમને થોડો સંઘર્ષ કરવો પડે છે. તેમના પૈસા બિન-જરૂરી વિષયોમાં ખર્ચાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Significance of Mole Samudra Shastra Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ