બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know petrol and diesel price in your state on thursday

તમારા કામનું / જાણો ગુરુવારે 1 લીટર પેટ્રોલ- ડીઝલની તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે, આ કારણોસર ભાવમાં થયો વધારો

Dharmishtha

Last Updated: 01:23 PM, 4 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન દરમિયાન દેશમાં ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને માંગ ઓછી રહી હતી. અનલોક 1 માં મળેલી છુટછાટથી દેશમાં ઓઈલની માંગમાં સુધારો થયો છે. તેથી આગામી દિવસોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેના ભાવમાં વધારો કરી શકે છે. પરંતુ આજે તેના ભાવ સ્થિર છે. એટલે કે આજે ગ્રાહકોએ એક લિટર પેટ્રોલ અને ડીઝલ માટે બુધવારની જ કિંમત ચૂકવવી પડશે.

  • આજે પેટ્રોલ બુધવારની કિંમતે વેચાશે
  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં થયો વધારો
  • આ રીતે તમે જાણી શકશો તમારા શહેરના ઓઈલના ભાવ

મોટી મહાનગરોમાં આટલી છે કિંમત

આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલની કિંમત અનુક્રમે  71.26, 73.30, 78.32 અને 75.54  પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો, આ મહાનગરોમાં તેના ભાવો અનુક્રમે 69.39, 65.62, 68.21 અને 68.22 રુપિયા છે.

આ રીતે જાણો તમારા શહેરમાં કેટલો ભાવ છે

તમે એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખી 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો છે. જે તમને આઇઓસીએલ વેબસાઇટ પરથી મળશે.

દરરોજ છ વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં મુકાય  છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

તેલની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

વિદેશી નાણાદર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પર દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. આ ધોરણોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પમ્પ ચલાવે છે. ગ્રાહકોમાં કર અને તેમના પોતાના માર્જિન ઉમેર્યા પછી તેઓ ગ્રાહકોને છૂટક ભાવે વેચાણ કરે છે. પેટ્રોલ દર અને ડીઝલ દરમાં આ કોસ્ટ પણ ઉમેરવામાં આવે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારીને 69 ટકા કરવામાં આવ્યા છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. ગયા વર્ષ સુધી ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર 50% ટેક્સ લાગતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Petrol Petrol And Diesel Price ઓઈલ કિંમત ડિઝલ પેટ્રોલ Oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ