'તારક મહેતા..' ફેમ દયાબેને પોતાની દિકરીનું પાડ્યું આ નામ

By : juhiparikh 05:24 PM, 14 March 2018 | Updated : 05:24 PM, 14 March 2018
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની પૉપ્યુલર એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણીએ 30 નવેમ્બર 2017ના દિકરીને જન્મ આપ્યો હતો. હાલમાં તે પોતાના મધરહુડને એન્જોય કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ફેવરિટ એક્ટ્રેસની પ્રિન્સેસનું નામ?

સૂત્રોનુસાર, દિશાએ પોતાની દિકરીનું નામ સ્તુતિ રાખ્યુ છે. હાલમાં દિશા પોતાની દિકરીની સાથે સમય પસાર કરી રહી છે.

તાજેતરમાં જ એક્ટ્રેસની શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને છોડવાની વાત સામે આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે દિશાની દિકરી નાની છે, તેનું ધ્યાન રાખવા માટે તે શો છોડી રહી છે. 

જોકે પછી શોના પ્રોડ્યુસરે અસિત કુમાર મોદીનું નિવેદન સામે આવ્યુ છે તેમનું કહેવું છે કે, ''દિશાની દિકરી ખૂબ જ નાની છે. હાલમાં તેના પરિવારને તેની જરૂર છે. પરંતુ હજુ સુધી દિશા કમબેક માટે કોઇ વાત થઇ નથી. દિશાની તરફથી શો છોડવા માટે કોઇ કન્ફર્મેશન આપવામાં આવ્યુ નથી. એવામાં અમે પણ સ્પષ્ટ રીતે નહી જણાવી શકીએ કે તેણે શો છોડ્યો છે કે નહી.''

આ પહેલા પણ દિશાની પ્રેગનેન્સીને લઇને શો છોડવાની વાત સામે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' મેકર્સે નવા ફેસની જરરૂ છે પરંતુ પ્રોડ્યુસરે જે પછી સ્પષ્ટતા કરી કે ''દિશા શોનો ભાગ રહેશે અને મેટરનિટી લીવને કારણે શોમાંથી ગાયબ છે.''

તમને જણાવી દઇએ કે, સબ ટીવીનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઓડિયન્સની વચ્ચે ખૂબ જ પૉપ્યુલર છે અને TRPમાં પણ સૌથી ઉપર છે.



Recent Story

Popular Story