બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know how to update photo in aadhaar card

તમારા કામનું / આધારકાર્ડનો ફોટો ગમતો ન હોય તો આ રીતે કરાવી શકો છો અપડેટ, રૂ.100માં થઈ જશે કામ

Jaydeep Shah

Last Updated: 12:49 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા મટે તમારે એનરોલમેન્ટ સેન્ટર પર જ જવું પડશે. સમજી લો સમગ્ર પ્રોસેસ

  • આધાર કાર્ડમાં ફોટો ચેન્જ કરાવવા માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે
  • ઓનલાઈન આ પ્રક્રિયા થતી નથી 
  • ફોટો અપડેટ કરાવવા માટે ઓળખાણ પત્ર જરૂરી 

 

જો તમે આધાર કાર્ડમા ફોટો ચેન્જ કરાવવા માંગો છો, તો આધાર સેવા કેન્દ્ર પર જઈને ચેન્જ કરાવી શકો છો. ઓનલાઈન ફોટો અપડેટ કરવાનો કોઈ રસ્તો નથી. આ સેવા માટે 100 રૂપિયા અને GST ચાર્જ આપવો પડે છે. 

એનરોલમેન્ટ સેન્ટર પર જ જવું પડશે
બાયોમેટ્રિક અપડેટ માટે તમારે આધારના એનરોલમેન્ટ સેન્ટર પર જ જવું પડશે. અહીં તમે બાયોમેટ્રિક જાણકારીઓ જેવી કે આંખની કીકી, આંગળીના નિશાન અને ફોટોગ્રાફ બદલાવી શકો છો. અહીં તમારે એક ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે. આ બાદ ફેરફાર માટે UIDAIની પ્રોસેસ કરવી પડશે. તમારે તમારી સાથે આધાર સેન્ટર પર પોતાનું આધાર કાર્ડ પણ લઈને જવું પડશે. 

જાણકારીઓનું વેરિફિકેશન થશે 
અહીં UIDAIના અધિકારી તમારી જાણકારીઓનું વેરિફિકેશન કરશે અને એક નવો ફોટો કેપ્ચર કરશે. આ સેવા માટે 100 રૂપિયા અને GST ચાર્જ આપવો પડશે. અપડેટ રિક્વેસ્ટની સ્થિતિ તમે ચેક કરી શકો છો. 

અપડેટ કરાવવા માટે એક ડોક્યુમેન્ટ જરૂરી 
ફોટો અપડેટ કરાવવા માટે તમારી પાસે કોઈપણ પ્રકારનું ઓળખાણ પત્ર જેમ કે વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રૅશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ વેગેરે હોવા જોઈએ. જોકે, તમારે તમારો ફોટો નહીં આપવો પડે, કેમકે ત્યાંનાં અધિકારી પોતાના કેમેરામાં તમારો ફોટો કેપ્ચર કરશે. અપડેટ થયા બાદ આધાર કાર્ડ 2 અઠવાડિયાની અંદર તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી જશે. એક્નોલેજમેન્ટની રસીદથી આધાર અપડેટની પ્રોગ્રેસ જાણી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Gujarati News આધાર કાર્ડ Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ