How To Select Right Term Insurance: સરો જીવન વીમા ટર્મ પ્લાન તમારા પર નિર્ભર લોકોને તેમની જરૂરીયાતોને પુરી કરવાની સુવિધા આપશે. પરંતુ તમારે યોગ્ય ટર્મ પ્લાન પસંદ કરવો જરૂરી છે.
સારો ટર્મ પ્લાન છે ખૂબ જ જરૂરી
પ્લાન પસંદ કરતા પહેલા જાણી લો આ વાત
બસ ફૉલો કરો આ 4 ટિપ્સ
પોતાના પરિવારને લાઈફની ફાઈનાન્શિયલ અનિશ્ચિતતાઓથી બચાવવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેવો સૌથી સારી રીતમાંથી એક છે. તેનાથી તમને માનસિક રાહત મળવાની સાથે વીમા પ્લાન કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં તમારી ફાઈનાન્શિયલ લાયાબિલિટીનું ધ્યાન રાખે છે. તેના ઉપરાંત એક સારો જીવન વીમા ટર્મ પ્લાન તમારા પર નિર્ભર લોકોને પોતાની જરૂરીયાતોને પુરી કરવાની સુવિધા આપે છે. એવામાં યોગ્ય ટર્મ પ્લાન પસંદ કરવો ખૂબ જ જરૂરી છે.
ચેક કરો કે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનમાં કેટલું મળે છે કવરેજ
માર્કેટમાં ઉપલબ્ધ કોઈ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનને લેતા પહેલા એ જોઈ લો કે તમારે કેટલું કવર જોઈએ છે. એક યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાન બનાવીને આ નક્કી કરો. તેનાથી આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં તમારો પરિવાર ફાઈનાન્શિયલ રીતે મજબૂત રહેશે. એક સામાન્ય નિયમ એ છે કે તમારી 10 વર્ષની ઈનકમને તમારૂ જરૂરી કવર માનો.
કંપનીઓના ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચેક કરો
જ્યારે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવાની વાત આવે છે તો ક્લેમ સેટલમેન્ટ રેશિયો એક મહત્વની વસ્તુ છે. જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. ક્લેમ સેટલમેન્ટ રેશિયો તે મામલાની સંખ્યાને દર્શાવે છે જેમાં કોઈ વીમા કંપનીએ તેને મળેલા કુલ ક્લેમમાંથી કેટલાની વીમા રકમની ચુકવણી કરી છે. જે કંપનીનું જેટલું વધારે ક્લેમ સેટલમેન્ટ રેશિયો તે તેટલી જ સારી.
વીમાને કોઈ પણ રોકાણમાં ન ગણો
ટર્મ ઈન્શ્યોરન્સ એન્ડોમેન્ટ અને યુનિટ-લિંક્ડ પોલિસીથી અલગ છે. એન્ડોમેન્ટ અને યુનિટ-લિંક્ડ પોલિસીઓ પણ બચત યોજનાઓ છે અને તેના માટે ચુકવણી કરેલ પ્રીમિયમ સમયની સાથે જમા થાય છે. ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનું પ્રાથમિક કામ પ્રોટેક્શન આપવાનું છે. માટે તેમને પ્રોટેક્શન માટે યુઝ કરો.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ અને રાઈડર્સ સાથે ટેક્સ બચાવો
તમે આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ કપાતના રૂપમાં પોતાની જીવન વીમા ટર્મ પ્લાનના પ્રીમિયમ પર ક્લેમ કરી શકો છો. તેના ઉપરાંત તમે પોતાના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે વધારે રાઈડર્સ પર વિચાર કરી શકો છો. વધારે રાઈડર્સ સારા હોય છે કારણ કે આ બધા રાઈડર્સ માટે તમે જે વધારે પ્રીમિયમ ચુકવો છો તેના પર ટેક્સ બચાવવામાં સફળ થશો.