બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / લસણ ફોલવાનો આવે છે કંટાળો? આ કિચન ટિપ્સથી થશે સેકન્ડમાં કામ
Last Updated: 08:14 PM, 15 July 2024
શાકનો વઘાર કરવાનો હોય કે દાળનો બધામાં લસણનો ઉપયોગ થાય છે. લસણથી ખાવાનું સ્વાદિષ્ટ બને છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય અથવા જલ્દી ખાવાનું બનાવવાનું હોય ત્યારે લસણને ફોલવામાં ઘણી સમસ્યા થાય છે. મહિલાઓ પોતાનો સમય બચાવવા માટે રેડીમેન્ડ લસણની પેસ્ટ બનાવીને ઘરે રાખી દે છે. જો તમારે પણ આવી સમસ્યા હોય તો આજે કેટલીક કિચન ટિપ્સ વિશે જણાવીશું. જેનાથી તમે ફટાફટ લસણ ફોલી શકશો.
ADVERTISEMENT
લસણ ફોલવાની ટિપ્સ
ADVERTISEMENT
માઈક્રોવેવ કરવું
જો તમારે વધારે લસણ ફોલવાનું હોય તો હવે ચિંતા કરવાની જરર નથી. લસણને ક્લિંગ રેપ શીટથી રોલ કરતા કવર કરો અને 20 સેકેન્ડ માટે માઈક્રોવેવમાં મૂકી દો. ત્યાર પછી લસણને 3 સેકન્ડ માટે ઠંડું થવા દો. તેના પછી લસણને દબાવશો તો લસણની છાલ નીકળી જશે અને તમારો સમય પણ બચી જશે.
વધુ વાંચોઃ- વરસાદમાં બીમારીઓથી બચાવશે આ ઘરેલુ નુસખો, માદા લોકો પણ થઈ જાય છે એક ઝાટકે બેઠા
મોટી કળીવાળુ લસણ લેવું
જ્યારે પણ લસણ ખરીદવા માર્કેટ જાવ તો હંમેશાં ધ્યાન રાખવું કે લસણની કળીઓ મોટી હોય. તેના પછી લસણની કળીઓને એક મોટા વાસણમાં રાખો અને તેને ઢાંકી દો. હવે આ વાસણને હલાવવું. તેનાથી લસણની છાલ નીકળી જશે.
હુંફાળું પાણી
એક વાસણમાં હુંફાળું પાણી લઈને તેમાં 10 મિનિટ માટે લસણની કળીઓ નાખી દો. આવું કરવાથી લસણની છાલ સરળતાથી નીકળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.