બ્રેકિંગ ન્યુઝ
VTV / know how to manage time during examination
Arohi
Last Updated: 12:59 PM, 12 April 2022
ADVERTISEMENT
પરીક્ષા પહેલાનો એક મહિનો તૈયારી માટે ખૂબ જ ખાસ છે. સામાન્ય રીતે વિષયોના રિવિઝન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ વાત સાચી છે કે સારા પરિણામ માટે તનતોડ મહેનત જરૂરી છે પરંતુ અભ્યાસના પ્રેશરમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
અમે તમારા માટે અમુક ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમને પરીક્ષમાં સારા માર્ક્સ અપાવવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ કરશે.
ADVERTISEMENT
યોગ્ય ઉંઘ
પરીક્ષાની તૈયારી માટે મોટાભાગના લોકો પુરતી ઉંઘ નથી લેતા. તમે એવું માનીને ચાલો છો કે પરીક્ષાનું પરિણામ સારૂ નહીં આવે. કારણ કે એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે ઉંઘની કમીથી યાદશક્તિ કમજોર થઈ જાય છે અને સમજવા વિચારવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે.
અભ્યાસનો સમય ડિવાઈડ કરો
સતત ન વાંચો, તેના કરતા સારૂ રહેશે કે તમે પોતાના અભ્યાસના સમયને ડિવાઈડ કરી દો. એટલે કે બે કલાક અભ્યાસ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક લો. સાંજના સમયે વાંચ્યા પહેલા તમારા મગજને રિફ્રેશ કરવાનું ન ભૂલો. મિત્રો સાથે વાત કરો. તેનાથી તમારૂ મગજ રિલેક્શ થશે અને તમે સારી રીતે અભ્યાસ કરી શકશો.
પ્રશ્ન કરો
અભ્યાસ વખતે જો મગજમાં કોઈ પ્રશ્ન આવે છે તો તેને તરત ક્લિયર કરો. તેને બાદમાં પુછવા માટે ન મુકી રાખો.
પોતાની ટેસ્ટ લો
પરિક્ષા પહેલા તમે પોતાની ટેસ્ટ જેટલી વધારે વખત લઈ શકો પરીક્ષામાં પરિણામ તેટલું જ સારૂ આવશે. ટેસ્ટથી તમને એ અંદાજો આવી જશે કે તમારી તૈયારી કેટલી થઈ ગઈ છે કેટલી બાકી છે.
પરીક્ષા પહેલા બહારનું કંઈ ન ખાઓ
મગર સારી રીતે કામ ત્યારે જ કરે છે જ્યારે તમે યોગ્ય રીતે ભોજન કર્યું હોય. આમ તો વધારે મસાલેદાર અને બજારના ખાવાથી બચવું જરૂરી છે. પરંતુ પરીક્ષા પહેલા તો બિલકુલ બહારનું ભોજન ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT