બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know how to download covid 19 vaccine certificate via whatsapp

તમારા કામનું / WhatsAppમાંથી ડાઉનલોડ કરો કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ, અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 01:49 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે WhatsApp દ્વારા વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું વધુ સરળ થઈ જશે.

  • હવે વધુ સરળ થયું કોરોના વેક્સિન સર્ટિફિકેટ લેવું 
  • આ રીતે વોટ્સએપ પર મળી જશે સર્ટિફિકેટ 
  • અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ 

હવે દેશમાં કે વિદેશમાં ક્યાંય પણ ફરવા જવા માટે કોરોના વેક્સિન સર્ટિફિકેટ જરૂરી છે. અત્યાર સુધી કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની બે રીતો હતી- પહેલી CoWIN પોર્ટલ અને બીજું આરોગ્ય સેતુ એપ. હવે ભારત સરકારે WhatsAppની સાથે ભાગીદારી કરી છે. જેથી વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું વધુ સરળ થઈ શકે. 

જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોટ ડાઉનલોડ કરી શકો છો. આ જાહેરાત સરકારે ગયા વર્ષની શરૂઆતમાં કરી હતી.  WhatsApp દ્વારા કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું સ્ટેપ-બાય-સ્ટેપ રીત જાણો. 

  • તેના માટે તમારે પહેલા MyGOV કોરોના હેલ્પડેસ્ક WhatsApp નંબર પોતાના સ્માર્ટફોનમાં સેવ કરવાનો રહેશે. આ નંબર 9013151515 છે. 
  • નંબર સેવ કર્યા બાદ વોટ્સએપ ઓપન કરો. 
  • ત્યાર બાદ ચેટ લિસ્ટમાં જઈને કોન્ટેક્ટને સર્ચ કરો. 
  • તે નંબરના ચેટ બોક્સને ઓપન કરો અને અહીં ડાઉનલોડ સર્ટિફિકેટ ટાઈપ કરો. 
  • ત્યાર બાદ વોટ્સએપ ચેટબોક્સ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સિક્સ ડિજિટ OTP સેન્ડ કરશે. 
  • OTPને ચેક કરો અને એન્ટર કરો. 
  • ત્યાર બાજ ચેટબોક્સ તમારા વોટ્સએપ પર કોરોના વેક્સિન સર્ટિફિકેટ સેન્ડ કરશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. 
  • જો તમને અહીં વોટ્સએપમાં એરર જોવા મળે તો તમે પહેલાની જેમ CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપમાંથી પણ તે ડાઉનલોડ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Certificate WhatsApp covid 19 vaccine વેક્સિન સર્ટિફિકેટ વોટ્સએપ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ