બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / આરોગ્ય / Know how lifestyle can cause depression

કામની ટિપ્સ / ચેતજો, શરીરને રોગિષ્ઠ બનાવી દે છે ડિપ્રેશન, 5 કારણોથી થાય છે આ માનસિક બીમારી

Noor

Last Updated: 10:55 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે માનસિક રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં ડિપ્રેશન એક માનસિક વિકાર છે. તો ચાલો જાણીએ ડિપ્રેશન થવાના 5 કારણો.

  • અત્યારે માનસિક રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે
  • માનસિક રોગોને કારણે શરીરમાં બીમારીઓ વધે છે
  • ડિપ્રેશનના કારણો સમજવા જરૂરી છે

ડિપ્રેશન વ્યક્તિને અંદરથી ખતમ કરી નાખે છે. ડિપ્રેશનથી પીડિત લોકોના મગજમાં અનેક પ્રકારના સવાલ આવે છે અને તે એકસાથે ઘણી વસ્તુઓ વિશે વિચારતા રહે છે. ડિપ્રેશન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ આ અમે તમને જણાવીશું કે તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતે ડિપ્રેશનનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ. 

તણાવ

આજકાલ લોકો દરેક નાની-નાની બાબતોમાં તણાવ લેવા લાગ્યા છે અને તે આગળ જતાં ડિપ્રેશનનું સ્વરૂપ લઈ છે. ડિપ્રેશનથી બચવા માટે સૌથી પહેલાં આવા તણાવને કંટ્રોલ કરવાની જરૂર છે અને આ સમસ્યામાંથી છૂટકરો કઈ રીતે મેળવવો તે વિચારવાની જરૂર છે. 

દુઃખ

કોઈપણ પ્રકારનું દુઃખ લાગી જવું પણ ડિપ્રેશન તરફ દોરે છે. આ જ કારણથી જો જીવનમાં કોઈપણ દુઃખ આવે તો મિત્રો અને પરિવારજનો સાથે તેને શેયર કરવું જોઈએ, જેથી મનમાં હળવાશ અનુભવાય અને નાની બાબતોમાં દુખ ન લગાડવું જોઈએ.

લોકોથી દૂર થઈ જવું

ઘણીવાર કેટલાક લોકો તમારા દિલની નજીક હોય છે અને અચાનક તેમનાથી દૂર થવા પર ડિપ્રેશન થઈ જાય છે. એવામાં મોટાભાગનો સમય તમારા પોતાનાઓ સાથે વિતાવવાનો પ્રયાસ કરવો, જેથી તમે જે-તે વ્યક્તિના વિચારોમાંથી બહાર આવી શકો અને તમારા મનની વાતો શેયર કરવી. 

ભાવનાત્મક રીતે નબળાં થઈ જવું

ઘણીવાર લોકો જીવનમાં કેટલાક બનાવોથી ભાવનાત્મક રીતે સાવ નબળાં થઈ જાય છે અને તેના કારણે લોકો તેમને નાપસંદ પણ કરવા લાગે છે. આવા લોકો આવી વાતો વિશે એટલું વિચારે છે કે તેમને ડિપ્રેશન થઈ જાય છે. જેથી ડિપ્રેશનથી બચવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જિસ લાવવા બહુ જ જરૂરી છે. 

પૂરતી ઊંઘ ન લેવી

પૂરતી ઊંઘ ન લેવી એ ડિપ્રેશનનું એક મોટું કારણ છે. ઊંઘ પૂરી ન થવાને કારણે તમારું મગજ પ્રભાવિત થાય છે અને ઘણીવાર તે ડિપ્રેશનનું કારણ બને છે. એવામાં રોજ 6-7 કલાકની ઊંઘ અવશ્ય લેવી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ