જો તમે પણ ઓછા સમયમાં જલ્દથી વજન ઓછું કરીને તમારી બોડીને ટોન કરવાનું સપનું જોઇ રહ્યા છો તો આ એક્સર્સાઇઝ કરવાનું ચાલુ કરી દો. આ કરવાથી માત્ર 1 મીનિટમાં 10 કેલેરી ઝડપથી બર્ન કરી શકાય છે.
આજકાલના યુવા પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજગ રહે છે. એવામાં દરેક યુવા ઇચ્છે છે કે એ હંમેશા ફિટ જોવા મળે. જેના માટે એ વ્યાયામ તો ક્યારેક યોગનો સહારો લે છે. પરંતુ પોતાને ફિટ અને ટોન રાખવા માટે આજકાલ યુવાઓને 'બેટલ રોપ' ખૂબ જ પસંદ આવી રહી છે. ચલો તો જાણીએ શું છે 'બેટલ રોપ'
'બેટલ રોપ' બોડી ટોનિંગ અને મસલ્સને સ્ટ્રોન્ગ બનાવવામાં ખૂબ મદદ કરે છે. ખાસ વાત એ છે કે એને બેસીને પણ કરી શકાય છે. એમાં દોરડાંની મદદથી લચીલા વેવ્સ બનાવવામાં આવે છે. ઘૂંટણોને એવી રીતે વાળવામાં આવે છે કે શરીરનો ભાર એડીઓ પર આવે. જો ઊભા રહીને આ એક્સર્સાઇઝ કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે શરીર આગળ તરફ થોડું ઝુકેલું હોય. ભૂલથી પણ પાછળની તરફ ઝુકશો નહીં, નહીં તો ઇજા પણ પહોંચી શકે છે.
ફિટ રહેવા માટે એરોબિક્સ પસંદ કરનાર યુવાઓને હાલ બેટલ રોપ એક્સર્સાઇઝ ખૂબ જ પસંદ આવી રહી છે. આ એક પ્રકારની હાઇ ઇન્ટેનસિટી ટ્રેનિંગ હોય છે જે કેલેરીને ઝડપથી બર્ન કરવામાં ખૂબ કારગર હોય છે. આ કરવાથી માત્ર 1 મીનિટમાં 10 કેલેરી ઝડપથી બર્ન કરી શકાય છે.
દોરડાંના સહારાથી કરવામાં આવતી આ એક્સર્સાઇઝથી વ્યક્તિના સાંધાના દુખાવામાં રાહત મળે છે. એને high intensity training ની શ્રેણીમાં રાખવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે એમાં પ્રતિ મીનિટના હિસાબથી 10 કેલેરીઝ બર્ન કરી શકવામાં આવે છે.
વ્યસ્ત રહેનાર લોકો માટે આ એક્સર્સાઇઝ ખૂબ જ કામની છે. એ કરવાથી વ્યક્તિ ઓછા સમયમાં પોતાની વધારે કેલેરી બર્ન કરી શકે છે. જે મહિલાઓ પોતાની બોડી પર જામેલી ચરબીને ઓછી કરવા ઇચ્છે છે, જે ઓછી કરવા માટે કલાકો જીમમાં વર્કઆઉટ પણ કરે છે, એના માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ એક્સર્સાઇઝની ખાસ વાત એ છે કે એને તમે ગમે ત્યાં ગમે ત્યારે કરી શકો છો.