Know how and from where the junior clerk paper was leaked
પેપરલીક કાંડ /
કઇ રીતે જુનિયર ક્લાર્કનું પેપર થયું લીક? સૌ પ્રથમ વખત કોના હાથમા આવ્યુ, આ રહ્યું A TO Z નેટવર્ક
Team VTV05:18 PM, 29 Jan 23
| Updated: 05:36 PM, 29 Jan 23
તેલંગાણામાં કે એલ હાઈટક નામની પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જ્યાંથી પેપર લીક થયો હતો
જાણો જુનિયર કલાર્કનો પેપર કઈ રીતે અને ક્યાંથી થયું લીક
પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીતે ચાલાકીથી પેપર લઈ લીધું હતું
મુખ્ય સૂત્રધાર જીત નાયકની ઓડિસાથી ધરપકડ
ગુજરાતમા પેપર ફુટવાનો સિલસીલો યથાવત છે. ભરોસાની ભાજપ સરકારે પર વધુ એક વખત જનતાએ અને ખાસ કરીને યુવાનોએ ભરોસો તો રાખ્યો પરંતુ પેપર ફુટ્યુ તો વિધાર્થીઓ પણ બોલી ઉઠયા હતા કે ભરોસાની ભેંસે પાડો જણ્યો જો કે પેપર ફુંટતા જ સરકાર એકશન મોડમા આવી ગઇ હતી અને એટીએસ કામે લાગી હતી અને મોડી રાત્રેજ ધરપકડનો દોર શરુ કરી દેવામા આવ્યો છે પોલીસે ગણતરીની કલાકોમા 15 આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ પેપર કંઇ રીતે લીક થયું સૌ પ્રથમ પેપર કોના હાથમા આવ્યું એ રસ પ્રદ વિગતો અહી જાણી લો.
મુખ્ય આરોપીને હૈદરાબાદથી ઉઠાવી લેવાયો
પેપર લીકકાંડનો મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઝડપી લેવામા આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા 15 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. જ્યારે બાકીના આરોપીઓ ગુજરાતના છે. પેપર લીક કેસમાં એક કમિટી પણ રચવામાં આવી છે જેને આગામી 100 દિવસમા ફરી પરિક્ષા લેવામા આવશે તેવી જાહેરાત કરી દેવામા આવી છે જેને લઇ વિધાર્થી હતાશ થઇ ગયા છે હાલ કરેલી મહેનત એળે ગઇ છે ફરી તૈયારીઓ કરવી પડશે. ફરી મુળ વાત કરીએ તો હૈદરાબાદથી પકડાયેલો મુખ્ય આરોપી જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. જેણે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. પ્રદીપ નાયકને ATS દ્રારા રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા આરોપીની પૂછપરછ દરમિયાન થઈ શકે છે. જીત નાયક નામનો જે મુખ્ય આરોપી છે તેને ATS દ્વારા હૈદરાબાદથી દબોચી લેવામાં આવ્યો છે, હવે આરોપી જીતને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કે એલ હાઇટક પ્રિન્ટીગ પ્રેસ એપી સેન્ટર
તેલંગાણામાં કે એલ હાઈટક નામની પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જીત કામ કરતા હતો અને તેણે ત્યાંથી પેપર લીક કર્યું હોવાનુ જાણવા મળી રહયું છે. આ પછી તેણે પેપર તેના સગા પ્રદીપને આ પેપર આપ્યું હતું. આ પછી પ્રદીપે આ પેપર તેની આગળની ટીમને સોંપ્યું હતું. આ કેસમા અલગ અલગ ગામના ચાર જેટલા ગ્રુપ સક્રિય હોવાનુ પણ સામે આવ્યું છે. આ પ્લાનમાં વડોદરાની ઈન્સ્ટિટ્યુટ છે તેને પણ રૂપિયા આપવાના હતા. ગુજરાત ATSએ પ્રદીપને પકડ્યા પછી તેની પૂછપરછ કરી હતી તેમાં જીતનું નામ ખુલ્યું હતું.
આ કારણથી તેલગણામા પેપર છપાવવા ગયું હતુ.
ગુજરાતમા પેપર છપાઇ તો સૌ કોઇ ગુજરાતી ભાષાના જાણતા હોય એટલે જો અહી કોઇ સ્થળે પેપર પ્રિન્ટ કરવામા આવે અને કોઇ લાલચે પેપર લીક થવાનો ભય વધુ રહે તો બીજી તરફ અન્ય રાજ્યમાં કે જ્યાં ગુજરાતી ભાષાની લોકોમાં ઓળખ ઓછી હોય માટે પેપરની ગુપ્તતા જળવાઈ રહે તે માટે બહાર પ્રિન્ટિંગ માટે આપવામાં આવતું હોય છે. આવામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર તેલંગાણામાં છપાવવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે,અન્ય ભાષા જાણતા ન હોવાથી પણ આરોપીએ રસ્તો શોધી લીધો હતો.
આ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીતે ચાલાકીથી પેપર લઈ લીધું હતું અને તે તેણે પ્રદીપને આપ્યું હતું. હવે આ ચેઈનમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જીતની પૂછપરછમાં ભૂતકાળમાં થયેલા પેપર ફૂટવાના કાંડમાં તેનો હાથ છે કે નહીં તે વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. હવે આરોપીઓ પકડાશે સજા મળશે ફરી જેલ થશે કે નહી તે આવનારો સમયજ કહેશે પરંતુ હાલ તો નવ લાખ વિધાર્થીોઓની આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ તે વાત નકકી છે.