વિશેષ /
ગુજરાત થયું 59નું: જાણો ગુજરાતની ગૌરવંતી વાતો
Team VTV12:20 AM, 01 May 19
| Updated: 12:31 AM, 01 May 19
આજે 1લી મે મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ છે ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા.
ઈતિહાસ
ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુર્જર રાષ્ટ્ર સંસ્કૃત શબ્દ પરથી ગુજરાત એવી રીતે નામ પડ્યું. સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તા્ન અને અફઘાનિસ્તાુનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રમમાં આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું.
ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો. અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિેમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું.
1570માં મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્ય માં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.
ગૌરવ દિવસ તરીકે પણ ઉજવણી
આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. આ દિવસની ઉજવણીને ગૌરવ દિવસ તરીકે પણ કરવામાં આવે છે.
ગુજરાતની ગઇકાલ
એક સમય હતો જ્યારે ગુજરાતની સ્થાપના થઇ તે પહેલા કેટલીય બાબતોના સમાવેશ બાદ ગુજરાત અલગ રાજ્ય બન્યું છે. ગુજરાત અલગ દરજ્જો બનવા પાછળ મહાગુજરાત આંદોલને મહત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.
નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ અને અંતે ગુજરાત અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. આ આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા.
ગુજરાતની આજ
ગુજરાતની આ સ્થાપના બાદ અલગ રાજ્યની રચના થયા બાદ ગુજરાતની અલગ વ્યવસ્થા રચાઇ અલગ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા અને સરકાર રચાઈ. આજ સુધીમાં ગુજરાતે 16 મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં બળવંતરાય મહેતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઇ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને હાલના વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓએ ગુજરાતનું સંચાલન કરીને ગુજરાતના વિકાસમાં સક્રિય ફાળો નોંધાવ્યો.
ઓદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાતની હરણફાળ
- ગુજરાતની અમુલ ડેરી દુધ ઉત્યાદન ક્ષેત્રે એશિયામાં સૌથી મોખરે છે.
- દેશની જરૂરીયાતનું આશરે 98% સોડા ઍશનું તથા આશરે 70% મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
- ગુજરાત રાષ્ટ્રીય કક્ષાએ તમાકુ, કપાસ અને મગફળીના મુખ્ય ઉત્પાદક છે.
- ભારતના 35% ઓદ્યોગિક કેમિકલનું ઉત્પાદન ગુજરાત કરે છે.
- વિશ્વના 10માંથી 8 હીરાની પ્રોસેસ રાજ્યના સુરત શહેરમાં થાય છે.
- અમદાવાદની અરવિંદ મીલ ડેનિમ કાપડ બનાવવામાં વિશ્વમાં ત્રીજા નંબરે સ્થાન પામેલ છે.
-ગુજરાતની GDP 14.96 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ગુજરાતનો GDP ભારતમાં ત્રીજા ક્રમે છે.
આજે ગુજરાતની સ્થાપનાને 59 વર્ષ પૂર્ણ થયા છે. કેટલીય સરકાર બદલાઇ કેટલાય મંત્રીઓ આવ્યા ધારાસભ્યો આવ્યા અને ગુજરાની ગતિમાં વધારો કર્યો. આજે ગુજરાત વિશ્વ સ્તરે જાણીતું બન્યું છે. ગુજરાતે કેટલાય દુષ્કાળ જોયા ધરતીકંપ જોયો તેવા કેટલાય ચઢાવ-ઉતાર વચ્ચે ગુજરાત અડીખમ રહ્યું અને તેમ છતાં એક બ્રાંડ બની વિશ્વ સ્તરે ચમકવા લાગ્યું.
ગુજરાતી માટે એક પંક્તિ લખાઇ છે કે જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત..અને સાચા અર્થમાં તે સાર્થક થયું છે. ગુજરાતની પ્રજા આજે વિશ્વના કેટલાય દેશોમાં ફેલાયેલ છે તથા વિદેશમાં પણ સારું સ્થાન ગુજરાતીઓ પામ્યા છે ત્યારે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સૌને VTV પરિવાર સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવે છે.