બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / IAS અને IPSની વિશેષતા શું હોય છે? કેટલો હોય છે તેમનો પગાર, જાણો

જાણવા જેવું / IAS અને IPSની વિશેષતા શું હોય છે? કેટલો હોય છે તેમનો પગાર, જાણો

Last Updated: 08:51 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે લાખો ઉમેદવારો UPSCની પરીક્ષા આપે છે, તેમનું સપનું હોય છે કે તેઓ આઈએએસ અથવા આઈપીએસ અધિકારી બને. ત્યારે આજે જાણીએ કે આઈપીએસ અને આઈએએસની વિશેષતા શું હોય છે, કોનો કેટલો પગાર હોય છે અને કોની કઈ જવાબદારી હોય છે.

ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ IAS-IPS બને. પરંતુ ખૂબ જ ઓછા લોકો IAS-IPS બની શકે છે. IAS-IPS બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષા આપવી પડે છે જે સૌથી મુશ્કેલ પરીક્ષા ગણાય છે. આ પરીક્ષામાં પાસ થનારા જ દેશની અમલદારશાહીનો બની શકે છે. આ પરીક્ષામાં પ્રાપ્ત થયેલ રેન્કિંગના આધારે ભારતીય વહીવટી સેવા (IAS) અથવા ભારતીય પોલીસ સેવા (IPS) માં પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે અને સપનું જુએ છે કે તેઓ આઈએએસ અથવા આઈપીએસ બનશે. ત્યારે આજે જાણીએ કે આઈપીએસ અને આઈએએસની વિશેષતા શું હોય છે અને કોની કઈ જવાબદારી હોય છે.

IAS એટલે ભારતીય વહીવટી સેવા દ્વારા અમલદારશાહીમાં દાખલ થવાય છે. જણાવી દઈએ કે IAS અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ખૂબ મહત્ત્વની પોસ્ટ્સની જવાબદારી સોંપવામાં આવે છે. એક IAS અધિકારી રાજ્યમાં મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવના પદ પર પહોંચી શકે છે.

જયારે IPS એટલે ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ પાસે રાજ્ય અને કેન્દ્રિય પોલીસ દળમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ હોય છે. આમાં, ટ્રેઈની આઈપીએસ, ડીજીપી અથવા ઇન્ટેલિજન્સ બ્યુરોથી લઈને સીબીઆઈ ચીફ બની શકાય છે. યુપીએસસી પરીક્ષા 3 ભાગોમાં આયોજિત કરવામાં આવે છે. પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા, અને છેલ્લે ઇન્ટરવ્યૂ.

જાણો IAS-IPS વચ્ચેનો તફાવત

IASનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો. તે હંમેશાં ફોર્મલ ડ્રેસમાં હોય છે, પરંતુ ફરજ પર હોય ત્યારે IPS હંમેશાં યુનિફોર્મ જ પહેરે છે. IASને એક અથવા બે બોડીગાર્ડ્સ મળે છે, તો સમગ્ર પોલીસ દળ IPS સાથે ચાલે છે. જ્યારે કોઈ IAS બને તો તેમને એક મેડલ આપવામાં આવે છે. તેનાથી વિપરિત, જ્યારે કોઈ IPS બને છે, તો ત્યારે તેને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડ આપવામાં આવે છે.

IAS-IPSની કામગીરી

IPS અધિકારીની વાત કરીએ, તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે, જિલ્લામાં અથવા તેની આસપાસના વિસ્તારોમાં ગુનાઓ અટકાવવાનું તેમનું કામ હોય છે. જયારે એક IAS અધિકારી જાહેર વહીવટ અને નીતિ નિર્માણ અને અમલીકરણ માટે જવાબદાર હોય છે. એટલે કે, સરકાર જે નીતિઓ બનાવે છે તે નીતિઓને લાગુ કરવા માટેની જવાબદારી IAS અધિકારીની હોય છે.

IAS-IPS માટેની પ્રારંભિક તૈયારી

એમ તો બંને હોદ્દાના લોકોને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. પ્રથમ 3 મહિનાની ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડેમી (LBSNAA) માં આપવામાં આવે છે. જેને ફાઉન્ડેશન કોર્સ પણ કહેવામાં આવે છે. તે પછી બીજો પડાવ આવે છે. આઇપીએસને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી એટલે કે એસવીપીએનપીએ હૈદરાબાદ મોકલવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે. આઈપીએસ ટ્રેનિંગ વધુ મુશ્કેલ હોય છે. આમાં ઘોડેસવારી, પરેડ, હથિયાર ચલાવવા પણ સામેલ હોય છે.

કેડર નિયંત્રણ સત્તા

IAS અને IPSમાં નિયંત્રક કોણ હોય છે તે જાણવું મહત્ત્વપૂર્ણ છે. IAS કર્મચારી અને તાલીમ વિભાગ, કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા નિયંત્રિત હોય છે. આઈપીએસ ગૃહ મંત્રાલય દ્વારા નિયંત્રિત હોય છે.

વિભાગ અને પગાર

આઈએએસ અધિકારીને સરકારી વિભાગ અને ઘણા મંત્રાલયોનું કામ આપી શકાય છે. જયારે આઈપીએસ અધિકારી પોલીસ વિભાગમાં કામ કરે છે. પગારની વાત કરવામાં આવે તો આઈએએસનો પગાર આઈપીએસ કરતા વધારે હોય છે. સાતમા પગારપંચ પછી વાત કરવામાં આવે તો આઈએએસનો પગાર દર મહિને 56,100 થી 2.5 લાખ રૂપિયા હોય છે. આ સાથે અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. જયારે આઈપીએસનો પગાર દર મહિને, 56,100 રૂપિયાથી લઇને દર મહિને 2,25,000 રૂપિયા થઈ શકે છે. જણાવી દઇએ કે, એક ક્ષેત્રમાં ફક્ત એક આઈએએસ હોય છે, જ્યારે આઈપીએસ એક કરતા વધારે હોઈ શકે છે.

પદાનુક્રમ રેન્ક વિશે વાત કરીએ તો, આઈએએસ ઉચ્ચતમ રેન્ક છે. જણાવી દઈએ કે, આઈએએસ એક જિલ્લાનો ડીએમ બને છે. જયારે એક જિલ્લામાં એસપી એક આઈપીએસ જ બને છે.

કોણ વધુ શક્તિશાળી

આઈએએસ અને આઈપીએસ બંને સેવાઓમાં ઉચ્ચતમ જોબ પ્રોફાઇલ હોય છે અને બંને ખૂબ શક્તિશાળી પદ છે. પરંતુ IAS એક ડીએમ તરીકે વધુ શક્તિશાળી હોય છે. ત્યારે IPS પાસે ફક્ત તેના વિભાગની જવાબદારી હોય છે. ડીએમ તરીકે, આઈએએસ અધિકારી પોલીસ વિભાગની સાથે સાથે અન્ય વિભાગોના વડા હોય છે.

આઇએએસ કેટલાક કારણોસર આઇપીએસ કરતા વધારે શક્તિશાળી માનવામાં આવે છે. પ્રથમ કારણ એ છે કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ રાજ્યના શક્તિશાળી પોલીસ અધિકારી છે. પરંતુ તેણે ગૃહ સચિવને રિપોર્ટ કરવો પડે છે.

વધુ વાંચો: 10 પાસ માટે સરકારી કંપનીમાં નોકરીની તક, જાણો પગાર-લાયકાત સહિતની વિગતો

બીજી તરફ, સેક્રેટરી પદના અધિકારી આઈએએસ અધિકારી હોય છે. આવી સ્થિતિમાં IPS પોતાનો અહેવાલ IASને આપે છે. ઘણીવાર જોવા મળે છે કે સીબીઆઈ, સીઆરપીએફ, બીએસએફ જેવા કેન્દ્રીય પોલીસ દળના તમામ વડાઓ આઈએએસ સચિવોને રિપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં આઇપીએસએ આઈએએસ હેઠળ કામ કરવું પડે છે. જણાવી દઇએ કે, ડીજીપીએ ગૃહ સચિવને રિપોર્ટ કરવો જરૂરી છે પરંતુ ગૃહ સચિવ ડીજીપીનો બોસ નથી. તેઓ એકબીજા સાથે સંકલનમાં કામ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPS IAS UPSC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ