ફાયદાકારક /
રોજ રાતે સૂતી વખતે 1 ચમચી આ દેશી ચૂર્ણ ખાઓ, 1 મહિનામાં આંખોના નંબર ઉતરી જશે
Team VTV05:59 PM, 03 Jun 20
| Updated: 06:03 PM, 03 Jun 20
પહેલાંના સમયમાં માત્ર વૃદ્ધોને જ ચશ્મા આવતા હતા, પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલને કારણે નાના બાળકો અને યુવાનોને પણ આંખોમાં નંબર આવી રહ્યાં છે અને તેમની આંખો નબળી થઈ રહી છે. એકવાર ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી એવું નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી, નબળાઈ અથવા અનુવાંશિક કારણ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક દેશી ઉપચાર જેને અપનાવીને તમે ચશ્માથી મુક્તિ મેળવી શકો છો.
આંખોના નંબર દૂર કરવા અને આંખોને સ્વસ્થ રાખવા રોજ રાતે સૂતા પહેલાં પગના તળિયા પર સરસિયાના તેલથી 5 મિનિટ માલિશ કરો.
દ્રષ્ટિને તેજ કરવા માટે રોજ આમળા ખાઓ અને 1 ચમચી આમળા પાઉડર રાતે 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારે તેને ગાળીને તેનાથી આંખો ધુઓ. આંખોમાં પ્યોર ગુલાબજળના ટીપાં નાખવાથી આંખોની રોશની વધે છે.
કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ 5 મિનિટ મસાજ કરો. આ ઉપાય 1 મહિનો રોજ કરશો તો તમારી આંખોના નંબર ઓછાં થઈ જશે અને આંખોનું તેજ વધી જશે.
બદામ, સાકર અને વરિયાળી સરખા પ્રમાણમાં લઈને પીસીને પાઉડર બનાવી લો. પછી 1 ચમચી રોજ રાતે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ સાથે આ દેશી ચૂર્ણ લો. 1 મહિનામાં તમારા આંખોના નંબર ઉતરી જશે અને આંખોનું તેજ વધશે.
કાંસાની વાટકી પર ગાયનું ઘી લગાવીને તેનાથી પગના તળીયા પર રોજ રાતે મસાજ કરો. આ ઉપાયથી આંખોની નબળાઈ દૂર થાય છે અને ક્યારેય નંબર આવતા નથી.
ત્રિફળાના 1 ચમચી ચૂર્ણને રાત્રે માટીના વાસણમાં 1 ગ્લાસ પાણીમમાં પલાળી દો. પછી સવારે આ પાણીથી ગાળીને તેનાથી આંખો ધુઓ.
જ્યારે પણ આંખોને થાક લાગે અથવા તો સતત તમે ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરતા હોવ ત્યારે રૂના પૂમડાને ગુલાબજળમાં પલાળીને તેને 10 મિનિટ આંખો પર રાખો. આનાથી આંખોની ગરમી દૂર થશે, આંખોનો થાક દૂર થાય છે અને આંખો હેલ્ધી રહે છે.