બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વાયરલ ફીવર અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન વચ્ચે શું છે તફાવત? ના જાણતા હોવ તો ઓળખી લેજો આ લક્ષણો
Last Updated: 08:07 PM, 20 January 2025
વાયરલ તાવ અને બેક્ટેરિયલ ચેપના લક્ષણો આમ તો સામાન્ય લાગે છે પણ ખરેખરમાં તો બંને વચ્ચે ઘણો તફાવત છે. તો ચાલો જાણીએ કે શું છે એ તફાવત. વાઈરલ ફીવર અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન તદ્દન અલગ છે અને તેની સારવાર પણ અલગ છે. આ બંને સામાન્ય રોગને સમજવા ખૂબ જ સરળ છે.
ADVERTISEMENT
વાયરલ તાવ શું છે?
ADVERTISEMENT
વાયરલ તાવ થોડા સમય માટે આવે છે. આ તાવ શરદી અને ઉધરસનું કારણ બની શકે છે. વાઈરલ ફીવર કોઈ પણ ટેસ્ટ વગર જાતે જ મટાડી શકાય છે. તમારા સંપર્કમાં આવનાર લોકોમાં વાયરલ તાવ ઝડપથી ફેલાય છે. વાયરલ તાવના કિસ્સામાં એન્ટિબાયોટિક્સની જરૂર નથી. ઠંડા હવામાન અને નબળી રોગપ્રતિકારક શક્તિને વાયરલ ચેપનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે, કેટલાક વાયરલ તાવ જોખમી પણ હોઈ શકે છે. જેમાં સ્વાઈન ફ્લૂ, કોવિડ અને ડેન્ગ્યુનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: ઘરમાં વપરાતા કુકિંગ તેલથી કોલોન કેન્સરનું જોખમ, લેટેસ્ટ રિસર્ચમાં ડરાવી દેતો ખુલાસો
હવે જાણો શું છે બેક્ટેરિયલ ચેપ?
બેક્ટેરિયલ ચેપ વાયરલ તાવ કરતાં ઘણો લાંબો સમય રહે છે. ગળામાં દુખાવો, છાતીમાં દુખાવો, કમળો, પેશાબ કરતી વખતે બળતરા, પોટીમાં લોહી આવવું એ તેના મુખ્ય લક્ષણો છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની તપાસ કરવા માટે ટેસ્ટ કરાવવો જરૂરી છે અને આ માટે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે.
મોટાભાગના બેક્ટેરિયલ ચેપ બગડેલું પાણી પીવાથી, બગડેલો ખોરાક ખાવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી અથવા રસી ન લેવાથી થઈ શકે છે. આમાં કાકડા, ટાઈફોઈડ તાવ, યુરિન ઈન્ફેક્શન, યુટીઆઈ વગેરેનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.