બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / હવે ઘરે બેઠાં જાણી શકશો તમારા PF બેલેન્સની વિગત, એ પણ માત્ર માત્ર એક મેસેજથી, જાણો કઇ રીતે
Last Updated: 03:32 PM, 28 May 2024
પ્રોવિડન્ટ ફંડના પૈસા રિટાયર થયા બાદ ખૂબ કામમાં આવે છે. પરંતુ તમે વચ્ચે પણ આ PFના પૈસાનો એક હિસ્સો ઉપાડી શકો છો. જેમાં ઘર બનાવવું, મેડિકલ, બાળકોના લગ્ન કે ભણતર માટે તમે PFના પૈસા ઉપાડી શકો છો. તમારા PF ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે તે વિશે તમને જાણકારી હોવી જરૂરી છે. આ માહિતી તમે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મારફતે મેળવી શકો છો. પરંતુ જો તમે તમારો UAN નંબર ભૂલી ગયા હોવ તો પણ તમારે ગભરાવાની જરૂર નથી, UAN નંબર વગર પણ બીજી એક રીતથી તમે PFનું બેલેન્સ જાણી શકો છો.
ADVERTISEMENT
આ રીતે મેળવી શકાય છે PF બેલેન્સની વિગત
ADVERTISEMENT
PFનું એમાઉન્ટ કેટલું જમા થયું છે તેની વિગત તમે એક ટેક્સ્ટ મેસેજથી પણ જાણી શકો છો. એના માટે 7738299899 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છો. અહીંયા મેસેજ કરવા માટે નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવાનું રહે છે.
કેટલું PF કપાય છે?
સેલરીનો એક હિસ્સો PF ફંડમાં જમા થાય છે. જેમાં બેસિક પેના 12 ટકા જમા થાય છે. તો સરકાર દર વર્ષે જમા રકમ પર 8.25 ટકા વ્યાજ આપે છે. એમ્પ્લોયર તરફથી એમ્પ્લોઈના ખાતામાંથી કપાયેલા પૈસાનો 8.33 ટકા ભાગ EPSમાં જમા થાય છે તથા 3.67 ટકા હિસ્સો EPFમાં જમા થાય છે. જેને તમે જરૂર મુજબ વિડ્રો કરી શકો છો. આ પૈસા ઓનલાઈન પણ અરજી કરી ઉપાડી શકાય છે.
વધુ વાંચો: 1 જૂનથી બદલાઇ રહ્યાં છે ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના આ 5 નિયમો, સીધી ખિસ્સાં પર થશે અસર
PFથી થતા ફાયદા
PFના પૈસા ઓનલાઇન અને ઑફલાઈન બંને રીતે ઉપાડી શકાય છે. આ માટે કેટલીક શરતોનું પણ પાલન કરવાનું રહે છે. જેમાં તમારે ઓછામાં ઓછું 5 વર્ષ સુધી PFમાં યોગદાન કરેલું હોવું જોઈએ. PFથી નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળે છે. તેમાં જમા થયેલી રકમ પર વ્યાજ પણ મળે છે. કર્મચારીને ઓછા વ્યાજે લોન પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.