બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / સોનાના ઘરેણાં ખરીદાય કે ગોલ્ડ કોઈન? જાણો તમારા માટે કયો ફાયદાકારક વિકલ્પ
Last Updated: 09:54 AM, 9 August 2024
કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો થયા બાદ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ 6000 રૂપિયા ઘટી ગયા છે. અચાનક સોનું ઘટવાના કારણે લોકો રોકાણ કરવામાં રસ બતાવી રહ્યા છે. જ્વેલર્સ પણ માની રહ્યા છે કે છેલ્લા બે અઠવાડિયાથી સોનાના ભાવને લઈને પુછપરછ વધી ગઈ છે. જો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો એક વાતનું જરૂર ધ્યાન રાખો.
ADVERTISEMENT
ડિજિટલ ગોલ્ડ
ADVERTISEMENT
મોટાભાગના લોકો હજુ પણ ડિજિટલ ગોલ્ડ નથી ખરીદી રહ્યા. લોકો ફિઝિકલ જ્વેલરી ખરીદવાને વધારે પસંદ કરે છે. આપણાં દેશમાં સોનાને રોકાણના ઓપ્શન તરીકે જોવામાં આવે છે. એવામાં મોટાભાગના લોકો એક ભૂલ કરી બેસે છે. જો તમે રોકાણ માટે ગોલ્ડ જ્વેલરી ખરીદી રહ્યા છો તો આ નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે.
મહિલાઓને જ્વેલરી ખરીદવી વધારે પસંદ હોય છે. પરંતુ જો તમે રોકાણ માટે ગોલ્ડ ખરીદી રહ્યા છો તો તેના માટે જ્વેલરી ખરીદવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જ્વેલર ક્યારેય આ વસ્તુ તમને નહીં જણાવે. જ્વેલર પોતાના ફાયદા માટે હંમેશા ગ્રાહકોને જ્વેલરી ખરીદવાની સલાહ આપે છે.
મેકિંગ ચાર્જિસ
જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકોને ત્રણ વસ્તુઓની ચુકવણી કરવી પડે છે. પહેલી જ્વેલરીની કિંમત, બીજી મેકિંગ ચાર્જ અને ત્રીજી જીએસટી આપવું પડે છે. જ્વેલરીની ચુકવણી તમે ઓનલાઈન કરો કે ઓફલાઈન તેના પર તમને ફક્ત 3 ટકા જ GSTની ચુકવણી કરવી પડે છે.
પરંતુ જો તમે પણ રોકાણ માટે જ્વેલરી ખરીદો છો તો આ નિર્ણય બદલી વાખો. કારણ કે તે તમારા માટે ફાયદાનો સોદો નથી. સોનાના સિક્કા કે ગોલ્ડ બિસ્કિટ ખરીદો. સોનાના સિક્કા 1 ગ્રામના પણ મળે છે. જ્વેલરના અનુસાર સિક્કાથી ભવિષ્યમાં વધારે રિટર્ન મળશે.
જ્વેલરી ખરીદવા પર તમારે જ્વેલર્સને 15થી 20 ટકા મેકિંગ ચાર્જ આપવો પડે છે. ડિઝાઈનર જ્વેલરીમાં આ મેકિંગ ચાર્જ 25થી 30 ટકા સુધી લગાવવામાં આવે છે.
જ્વેલરી ખરીદવાના બીજા પણ ઘણા નુકસાન
તેના ઉપરાંત જો જ્વેલરીમાં નંગ લગાવવામાં આવે તો તેનું વજન પણ સોનાની સાથે જોડવામાં આવે છે. એટલે કે જ્યારે તમે તે જ્વેલરીને વેચવા જશો તો નંગનું કોઈ રિટર્ન નહીં મળે. કારણ કે જ્યારે તમે જ્વેલરીને વેચવા કે એક્સચેન્જ કરવા માંગો છો તો તે સમયે ફર્ત સોનાની કિંમત લગાવવામાં આવે છે. એટલે કે મેકિંગ ચાર્જ માટે તમે જે પણ ચુકવણી કરી છે તે પૈસા પાણીમાં જતા રહેશે.
વધુ વાંચો: જીમ અને ડાયટ વગર પણ સરળતાથી ઘટશે વજન, લાઈફસ્ટાઈલમાં કરો નાના બદલાવ
શું છે બેસ્ટ ઓપ્શન?
તેના ઉપાય વિશે જણાવીએ તો સોનું ખરીદીને ઘરમાં જ રાખવાનું છે તો પછી ગોલ્ડ કોઈન એટલે કે સોનાના સિક્કા ખરીદો. કારણ કે ખરીદતી વખતે તમને કોઈ મેકિંગ ચાર્જ ન આપવો પડે. તમને ફક્ત 3 ટકા GST આપવો પડે છે. એટલે કે વેચતી વખતે મેકિંગ ચાર્જ માઈનસ નહીં થાય અને તમને પુરા પૈસા પાછા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.