બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સોલાર પેનલ પર સબસિડીનો લાભ લેવો છે! તો આ સરકારી સ્કીમમાં કરો એપ્લાય, થશે ફાયદો
Last Updated: 12:53 PM, 30 November 2024
ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેક પ્રકારની લાભદાયી યોજનાઓ ચલાવે છે, જેના દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લોકોને ઘણો લાભ મળે છે. તો ચાલો જાણીએ કે, હવે સરકારે કઈ નવી યોજના શરૂ કરી કે જેનાથી લોકોને 300 યુનિટ વીજળી મફતમાં મળી શકે છે.
ADVERTISEMENT
દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચાલી રહી છે, જેનો લાભ તમે પણ મેળવી શકો છો. શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં લોકો આ યોજનાઓમાં જોડાઈ રહ્યા છે. જેમ કે, 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના'. આ યોજના હેઠળ લોકોને સોલર પેનલ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને હાલમાં મોટી સંખ્યામાં લોકો આ યોજનામાં જોડાઈને લાભ લઈ રહ્યા છે. જો તમે પણ સોલાર પેનલ લગાવવા પર સબસિડી ઈચ્છો છો, તો તમે પણ આ સ્કીમ માટે અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ શું છે પ્રોસેસ અને કેવી રીતે તમે આ યોજનામાં જોડાઈ શકો છો.
વધુ વાંચો સ્ટાર્ટઅપ શરૂ કરવા કેન્દ્ર સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજ પર મળશે 5000000 રૂપિયાની લોન
તમે યોજનામાં કેવી રીતે જોડાઈ શકો?
ADVERTISEMENT
જો તમે પણ આ PM સૂર્ય ઘર યોજનામાં જોડાવા માંગો છો, તો તમારે તેના માટે એક અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://www.pmsuryaghar.gov.in/ પર જવું પડશે.
અહીંથી તમે તમારી જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
શું તમે આ યોજના માટે યોગ્ય પાત્ર છો?
જો તમે મધ્યમ વર્ગીય છો, તમારી પાસે પોતાનું ઘર છે અને તમારી વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમે આ યોજના માટે યોગ્ય પાત્ર છો.
યોજનાના લાભાર્થીઓને મળશે આ લાભો:
જ્યારે તમે આ પીએમ સૂર્ય ઘર યોજનામાં જોડાઓ છો, ત્યારે તમને સોલર પેનલ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે અને આ કિલોવોટના આધારે ઉપલબ્ધ રહે છે. આ ઉપરાંત, તમને 300 યુનિટ વીજળી મફતમાં મળી શકે છે. હાલમાં ઘણા લોકો આ યોજનામાં જોડાઈને લાભ લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળવાનો છે.
કેટલી મળી રહી છે 'સબસિડી'?
આ યોજનામાં જોડાઈને જો તમે એક કિલોવોટની સોલર પેનલ લગાવો છો, તો તમને 30 હજાર રૂપિયાની સબસિડી મળે છે.
2 કિલોવોટ સોલાર પેનલ લગાવવા પર લાભાર્થીને 60 હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે.
જ્યારે 3 કિલોવોટ સોલાર પેનલ માટે 1 લાખ 8 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.