જો તમે હનીમૂન માટે અથવા તો તમારા પાર્ટનરની સાથે યૂરોપનો રોમાન્ટિક ટૂર પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે શેંગેન વિઝા ઘણી મુશ્કેલીઓ સરળ કરી દેશે. શેંગેન વિઝા માટે અપ્લાય કરશો તો એકસાથે યુરોપના 26 દેશો ફરી શકશો.
યુરોપના પાસપોર્ટ ફ્રી ઝોનને શેંગેન કહેવાય છે. આ ઝોનમાં યુરોપના મોટાભાગના દેશ શામેલ છે. આ દુનિયાનો સૌથી મોટો વિઝા ફ્રી ટ્રાવેલ એરિયા છે.
શેંગેન વિઝા ટૂંક સમય માટે રહેવાની મંજૂરી આપતા વિઝા છે. આ વિઝાની મદદથી કોઇપણ વ્યકિત શેંગેન ઝોનના કોઇપણ એરિયામાં 90 દિવસ સુધી ટૂરિઝમ અને બિઝનેસ માટે રોકાઇ શકે છે. શેંગેન સભ્ય દેશોમાં વિના રોકટોક મુસાફરી કરવાની આઝાદી આપે છે. શેંગેન ઝોનમાં કોઈ બોર્ડર કંટ્રોલ પણ નથી. મહત્વનું છે કે જો તમે ભણવા કે કામ કરવા માટે 90 દિવસથી વધુ સમય શેંગેન દેશોમાં રહેવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે એ દેશના વિઝા માટે અપ્લાય કરવુ પડશે જ્યાં રોકાવા માંગો છો.
શેંગેન એરિયામાં આ 26 દેશો શામેલ:
શેંગેન એગ્રિમેન્ટ પર સહી કરીને યુરોપના 26 દેશોએ ટ્રાવેલર્સને પોતાના દેશમાં ફરવાની આઝાદી આપી છે .આ દેશોમાં ઓસ્ટ્રિયા બેલ્જિયમ ચેક રિપબ્લિક ડેનમાર્ક એસ્ટોનિયા ફિનલેન્ડ ફ્રાસ જર્મની ગ્રીસ હંગરી આઈસલેન્ડ ઈટાલી લાતવિયા લિખ્ટેંશ્ટાઈન લિથુઆનિયા લક્સેમ્બર્ગ માલ્ટા નેધરલેન્ડ નોર્વે પોર્ટુગલ સ્લોવાકિયા સ્પેન સ્પિડન અને સ્વિઝ્ટરલેન્ડનો સમાવેશ થાય છે.