બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know About Products Of Apple Which Were Flop In the Market

ટેકનોલોજી / Appleના બધા ડિવાઈસ સારા જ નથી હોતા, આ રહ્યું સુપર ફ્લોપ ડિવાઈસનું લિસ્ટ

Kashyap

Last Updated: 08:24 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની સૌથી સફળ અને વેલ્યુબલ કંપનીઓમાં એપલનું નામ ટોચના સ્થાને છે. એપલના આઇફોન, આઈપેડ, મેકબુક, એરપોડ્સના દુનિયાભરમાં કરોડો ચાહકો છે અને ઉંચી કિંમત છતાં લોકો તેને ખરીદે છે. આઇફોન લોન્ચ થાય ત્યારે સ્ટોર્સની બહાર લાંબી લાઇનો લાગે છે. જોકે આટલી જબરદસ્ત સફળ કંપની પણ ઘણીવાર નિષ્ફળ ગઇ છે. એપલના અનેક ડિવાઇસ ફલોપ પણ સાબિત થયા છે તે બહુ ઓછા લોકોને ખબર હશે.

આઇપોડ હાય-ફાઇ :

આ એક પોર્ટેબલ સ્પીકર સિસ્ટમ હતી. જે એપલે 28 ફેબ્રુઆરી 2006 ના રોજ લોન્ચ કરી હતી. તેનો ઉપયોગ કોઈપણ ડિજિટલ આઇપોડ મ્યુઝિક પ્લેયર સાથે થઈ શકતો હતો. થોડા મહિનાઓ પછી કંપનીએ તેનું પ્રોડકશન બંધ કરવું પડયું હતું. તેની કિંમત 349 ડોલર (લગભગ 24 હજાર રૂપિયા) રાખવામાં આવી હતી. 

મેકિનટોશ ટીવી:

એપલ ટીવી લોકો આજે ખૂબ પસંદ કરે છે. જોકે ટીવી શરૂઆતમાં ખરાબ રીતે ફ્લોપ થયું હતું. 1993માં સ્ટીવ જોબ્સે મેકિન્ટોશ ટીવી બજારમાં લોન્ચ કર્યું હતું. જોબ્સ ઇચ્છતા હતા કે લોકોને કમ્પ્યુટરમાં ટીવીની સુવિધા મળે. આવા ફકત 10,000 ટીવી વેચાયા હતા.આ ટીવી સાથે  ક્રેડિટ કાર્ડના કદનું રિમોટ પણ આપવામાં આવ્યું હતું. ટીવીની સાથે બ્લેક કીબોર્ડ અને માઉસ પણ આપવામાં આવ્યું હતું.

એપલ 3:

એપલ 2 કમ્પ્યુટરની સફળતા પછી 1980 માં એપલ 3 લોન્ચ કરાયું હતું. એપલ 3 કમ્પ્યુટરમાં એટલી બધી ખામીઓ હતી કે કંપનીને તેના 14 હજાર કમ્પ્યુટર રિકોલ કરવા પડયા હતા. આ કમ્પ્યુટરના ફક્ત 65000 થી  75000 પીસ વેચાયા હતા.  

ન્યુટન પીડીએ: 

એપલનાં પર્સનલ ડિજિટલ આસીસ્ટન્ટ ડિવાઇસની સિરીઝના ભાગ રુપે ન્યુટન પીડીએ લોન્ચ કરાયું હતું. 1993માં લોન્ચ કરાયેલા પીડીએમાં હેન્ડરાઇટિંગ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. જોકે આ ફિચર ઘણીવાર કામ કરતું ન હતું.ઉંચાભાવ અને અનેક ખામીઓને કારણે 1998માં આ ડિવાઇસ પર પડદો પાડી દીધો હતો.

એપલ ક્વિકટેક: 

આ એપલનો પહેલો ડિજિટલ કેમેરો હતો.તેને વર્ષ 1994માં લોન્ચ કરાયો હતો.એનાલોગ કેમેરા તે સમયે ચલણમાં હતા. લોકોને ડિજિટલ કેમેરામાં ખાસ રસ પડતો ન હતો. 1997માં  કંપનીએ ક્વિકટેકનું ઉત્પાદન બંધ કર્યું.

 પાવર મેક જી 4:

 એપલનું આ પ્રથમ સ્લિમ કમ્પ્યુટર હતું. તેને વર્ષ 2000માં માર્કેટમાં મુકાયું હતું. તેની સૌથી મોટી ખામી એ હતી કે તેમાં ઇન્ટરનલ ફેન ન હતો. જેના કારણે તે ખૂબ જ ઝડપથી ગરમ થઇ જતું હતું.તેની કિંમત પણ ઘણી વધારે હતી. ફલોપ એવા આ કમ્પ્યુટરને પણ એપલે બંધ કરવું પડયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Apple Products Apple iphone Technology device technology news ટેકનોલોજી Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ