બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોસ્પિટલમાં સારવાર બાબતે માથાકૂટ, દર્દીના સગાએ ડોક્ટર પર છરીના ઘા ઝીંક્યા, જુઓ વીડિયો

અમદાવાદ / હોસ્પિટલમાં સારવાર બાબતે માથાકૂટ, દર્દીના સગાએ ડોક્ટર પર છરીના ઘા ઝીંક્યા, જુઓ વીડિયો

Last Updated: 10:59 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad : ડોક્ટરે દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવા માટે સગાને સૂચન કર્યુ અને દર્દીના સગા ડોક્ટર અને સ્ટાફ પર ગુસ્સે થઈ ગાળો બોલી માથાકૂટ કરી

Ahmedabad : રાજ્યમાં ફરી એકવાર ડૉક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના અમદાવાદ દરિયાપુરમાં ડોકટર પર છરીથી હુમલો થયાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ દર્દીના ઈલાજ કરવા બાબતે થયેલી તકરારમાં હુમલો કરાયો હતો. ડૉક્ટર પર હુમલાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.

મેટ્રો સિટી અમદાવાદના દરિયાપુરમાં ડૉક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ દરિયાપુરમાં લોખંડવાલા હોસ્પિટલમાં ડોકટર પર હુમલો કરવામાં આવ્યો છે. ડો.સફવાન પર કોઈ દર્દીનાઆ ઈલાજ બાબતે થયેલ તકરારમાં છરી વડે હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિગતો મુજબ દર્દી બહારથી ઝઘડો કરીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે આવ્યો હતો. જોકે ડોકટરે અન્ય સર્જન સારવાર આપશે તેમ કહેતા દર્દીએ છરીથી હુમલો કર્યો હતો.

વધુ વાંચો : અસામાજીક શખ્સોનો આતંક! ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દી પર હુમલો, જુઓ CCTV

અન્ય હોસ્પિટલમાં જવાનું કહ્યું અને....

આરોપી ઇસમને ડોકટરે અન્ય સર્જન સારવાર આપશે તેમ કહેતા દર્દીએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં ડોક્ટરે દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવા માટે સગાને સૂચન કર્યુ હતું. તેથી દર્દીના સગા ડોક્ટર અને સ્ટાફ પર ગુસ્સે થઈ ગાળો બોલી માથાકૂટ કરી હતી. જે બાદમાં ડો.સફવાને 3 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

attack on doctor Ahmedabad CCTV video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ