બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / kl rahul will be named rohit sharmas deputy in odi and t20i

વિચારણા / રોહિત શર્મા બાદ હવે KL રાહુલને વનડેમાં મળી શકે છે મોટી જવાબદારી, BCCI કરશે એલાન

Premal

Last Updated: 02:50 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ રોહિત શર્માને ટી-20 બાદ વન-ડે ટીમનો કેપ્ટન પણ બનાવી દીધો છે. હાલ, વિરાટ કોહલી વન-ડે ટીમની કેપ્ટનશિપ છોડવાના મૂડમાં ન હતા પરંતુ બોર્ડે અંતમાં વિરાટ પાસેથી મર્યાદિત ઓવરનું સુકાનીપદ પણ છીનવી લીધુ.

  • BCCI કેએલ રાહુલને મોટી જવાબદારી સોંપવાના મૂડમાં
  • કેએલ રાહુલ વન-ડે ટીમના નવા વાઈસ કેપ્ટન બની શકે
  • રાહુલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યુ

કેએલ રાહુલને મળી શકે મોટી જવાબદારી

વિરાટ કોહલી હવે ફક્ત ભારતીય ટીમના ટેસ્ટના કેપ્ટન રહેશે. એટલેકે હવે લિમિટેડ ઓવર અને ટેસ્ટ બંનેના અલગ-અલગ કેપ્ટન બનાવી દીધા છે. આ દરમ્યાન બોર્ડ કેએલ રાહુલને મોટી જવાબદારી આપવા જઇ રહ્યાં છે. ઈનસાઈડ સ્પોર્ટસ અનુસાર, કેએલ રાહુલને વન-ડે ટીમના નવા વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેમને થોડા દિવસો પહેલાં ભારતીય ટીમના ટી-20 ફોર્મેટના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. બોર્ડના એક અધિકારીએ કહ્યું, કેએલ રાહુલ વન-ડે ટીમના આગામી વાઈસ કેપ્ટન હશે. કેએલ રાહુલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યુ. તેમની પાસે 6-7 વર્ષનો સમય છે. તેમને આગામી કેપ્ટન બનાવવા માટે આ એક રસ્તો છે. તેમણે કહ્યું કે કેએલ રાહુલ રાહુલ દ્રવિડ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી ઘણુ બધુ શીખશે. સ્મરણ રહે કે ટીમને સાઉથ આફ્રિકામાં ત્રણ વન-ડે રમવાની છે. આ પ્રવાસ માટે ટીમ ટૂંક સમયમાં જાહેરાત કરવાની છે ત્યારે રાહુલના નામની જાહેરાત કરી શકાય છે. 

છેલ્લાં 2 વર્ષમાં કેએલ રાહુલનું ધારદાર પ્રદર્શન

કેએલ રાહુલનું પ્રદર્શન છેલ્લાં 2 વર્ષમાં વન-ડે મેચમાં આક્રમક રહ્યું છે. 1 જાન્યુઆરી 2020થી ભારતીય બેટ્સમેનોના વન-ડે રેકોર્ડને જોઈએ તો રાહુલે સૌથી વધુ 2 સદી લગાવી  છે. આ દરમ્યાન તેઓ સૌથી વધુ રન બનાવનારા બેટરોની યાદીમાં પ્રથમ નંબરે છે. તેમણે 12 ઈનિંગમાં 62ની સરેરાશથી 620 રન બનાવ્યાં છે. 2 સદી અને 4 અર્ધસદી ફટકારી છે. એટલેકે દરેક બીજી ઈનિંગમાં તેમણે 50થી વધુ રન બનાવ્યાં છે. આ દરમ્યાન વિરાટ કોહલીએ 560 અને રોહિત શર્માએ 6 ઈનિંગમાં 261 રન બનાવ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ