બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2025 પહેલા KKRની ટીમનું ટેન્શન હાઈ, ઘાયલ થયો સૌથી મોંઘો ખેલાડી, ટેકો લેવો પડ્યો
Last Updated: 08:56 PM, 23 January 2025
ADVERTISEMENT
IPL 2025ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમને મોટો ઝટકો લાગી શકે છે. મધ્યપ્રદેશનો ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર 23 જાન્યુઆરી ગુરુવારના રોજ કેરળ સામે રણજી ટ્રોફીના મુકાબલા ઈન્જર્ડ થઈ ગયો છે. બેટિંગ કરતી વખતે તેનો પગનો ઘૂંટણ મચકાઈ ગયો હતો.
રણજી ટ્રોફીની મેચમાં ઐયર 17.2 ઓવર પર બેટિંગ કરવા આવ્યો હતો. બેટિંગ કરતી વખતે તેનો પગનો ઘૂંટણ મચકાઈ ગયો હતો. તે માત્ર ત્રણ બોલ જ રમી શક્યો હતો. દુખાવાના કારણે તે ગ્રાઉન્ડ પર પડી ગયો હતો. બાદમાં તેને ફિજીયો સાથે ગ્રાઉન્ડમાંથી બહાર લઈ જવાયો હતો. જ્યાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
ADVERTISEMENT
મેચ બાદ ઐયર ડગઆઉટમાં પેડ પહેરીને બેઠો હતો અને તેના ઇજાગ્રસ્ત પગને ખુરશી પર આરામ આપતો જોવા મળ્યો હતો. ઐયરની ઈજાએ KKRના ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. કારણ કે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે મેગા ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝી દ્વારા 23.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. 2024ની સિઝનમાં ઐય્યરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.
A Knight Rider 💜 pic.twitter.com/oNkqinFpM8
— Knight Club : KKR (@KnightClub_KKR) January 23, 2025
IPL 2025 મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝ દ્વારા ઓલરાઉન્ડરને રિલીઝ કરવામાં આવ્યો હતો. જોકે KKRએ તેને તેમની ટીમમાં સામેલ કરવા માટે હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે બોલી લગાવી અંતે 23.75 કરોડ રૂપિયાની બોલી સાથે ટીમમાં સામેલ કર્યો હતો.
ઐયરે 2024માં સારું પ્રદર્શન કર્યું અને તેની ટીમ માટે સારું યોગદાન આપ્યું હતું. 15 મેચની 13 ઇનિંગ્સમાં ઐયરે 46.25 ની એવરેજ અને 158.79ની સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. તેની ઈજા આગામી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.