- રસોડાની રાણી બનવા અપનાવો આ ટિપ્સ
- આ ટિપ્સથી રસોઇ બનશે એકમદ ટેસ્ટી
- પનીરથી લઇને પરાઠા સુધી સ્વાદિષ્ટ વસ્તુઓ માટે અપનાવો આ ટિપ્સ
રસોડાની આ ટિપ્સ અપનાવી લેશો તો બહારથી ઓર્ડર કરવાનું પણ ભૂલી જશો.
- પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે. બાળકને જો ઝાડા થઇ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે. આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ-ચોખામાં આ પાણી નાંખી તેને રાંધી શકાય છે.
- સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો.
- પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રિઝમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.
- શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.
- ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.
- ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.
- પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.
- ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાંખશો તો તેમાં વાસ નહીં આવે.
- રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે, ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો. આમ કરવાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે.
- શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
- ભાત રાંધતી વખતે તળીએ ચોંટી ગયા હોય અને બળવાની વાસ બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું ભભરાવી દેવું. વાસ દૂર થઈ જશે. પછી ઉપરથી લઈને ખાવાના ઉપયોગમાં લેવા.