પશ્ચિમ બંગાળમાં હિંસામાં બિહારના પોલીસ જવાનની હત્યા કરી દેવામાં આવી, જે બાદ તે જવાનના માતાનું પણ અવસાન થયું છે.
બિહારના પોલીસ જવાનની બંગાળમાં ભીડે કરી હત્યા
દીકરાનો મૃતદેહ જોતાં જ માતાએ પણ શ્વાસ છોડ્યા
અત્યારે સુધી 3 લોકોની ધરપકડ, 7 પોલીસ સસ્પેન્ડ
પોલીસ જવાનના પરિવાર પર તૂટી પડ્યું આભ
બિહારના કિશનગંજ ટાઉનના થાનેદાર અશ્વિની કુમારને ભીડે મોબ લીંચિંગ કરીને મારી નાંખ્યા. તેમની મોત બાદ પરિવારમાં માતમ જોવા મળી રહ્યો છે. દીકરાની હત્યાથી સદમામાં આવેલા તેમના માતાએ પણ દેહ ત્યાગ કરી દીધો. મા પર એવો દુખનો પહાડ તૂટી પડ્યો કે તે સહન જ ન કરી શક્યા.
માતાએ પણ શરીરનો કર્યો ત્યાગ
પશ્ચિમ બંગાળમાં ભીડે બિહારના પોલીસની હત્યા કરી નાંખી અને જ્યારે તેમનો નશ્વર દેહ ઘરે પહોંચ્યો તો તેમના માતા દુ:ખ સહન ન કરી શક્યા. દીકરાના મૃતદેહને જોતાં જ માતાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. જે બાદ આખા વિસ્તારમાં માહોલ ગમગીન થઈ ગયો છે. એક સાથે તેમના ઘરેથી બે બે અર્થીઓ ઉઠી છે.
પરિવારમાં આક્રોશ
અશ્વિની કુમારના પરિજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિજનોનો આરોપ છે કે એક ષડયંત્રમાં તેમની હત્યા કરવામાં આવી છે. પરિવાર કહી રહ્યો છે કે જૉ ત્યાં અન્ય કોઈ પોલીસે એક ગોળી ચલાવી દીધી હોત તો આજે અશ્વિની કુમારનો જીવ બચી ગયો હોત.
અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી?
નોંધનીય છે કે બેદરકારી દાખવનાર ઇન્સ્પેકટર સહિત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ભીડે અશ્વિની કુમારને ઘેરી લીધી ત્યારે પોલીસકર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા. અશ્વિની કુમારની હત્યાના આરોપમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ફિરોઝ આલમ, તેનો ભાઈ અબુઝાર આલમ અને તેની માતા સાહિનૂર ખાતુન સામેલ છે.