kisaan aandolan twenty states three lakh farmers signed support letter
દિલ્હી /
કૃષિ કાયદાને લઇને ખેડૂતોમાં ફાંટા પડ્યા, 20 રાજ્યોના ખેડૂતોએ કર્યું ચોંકાવનારું કામ
Team VTV06:35 PM, 23 Dec 20
| Updated: 06:36 PM, 23 Dec 20
જ્યાં એક તરફ 40 થી વધુ ખેડૂત સંગઠનો છેલ્લા 27 દિવસથી ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠા છે. આ તરફ, ખેડૂતોનો એક ભાગ કૃષિ કાયદાની તરફેણમાં આવ્યો છે. દેશના 20 જેટલા રાજ્યોના ખેડુતોએ આજે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને કૃષિ કાયદાને ટેકો આપતો પોતાનો સહી કરેલો પત્ર આપ્યો હતો.
ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ
20 રાજયોના ખેડૂતોએ કૃષિ કાયદાને કર્યું સમર્થન
કૃષિમંત્રી સાથે મુલાકાત કરી સોંપ્યો સમર્થન પત્ર
આ દરમિયાન તોમારે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે 6 વર્ષમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. દેશમાં બે સંજોગો છે. મોટાભાગના ખેડૂતો આ કાયદાને ટેકો આપી રહ્યા છે. આજે તમામ ખેડૂત ચિંતકોની ટીમ આવી છે. દેશભરમાં કાયદો પસાર થયા બાદ 3 લાખથી વધુ ખેડુતોની હસ્તાક્ષર મળ્યા છે.
13 હજારથી વધુ ખેડૂતોએ કર્યું કૃષિ કાયદાને સમર્થન
આ પત્રો પર 3 લાખ 13 હજાર 363 ખેડૂતોએ હસ્તાક્ષર કર્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ખેડૂતોના હિતમાં છે. માટે અમે ખેડૂત કાયદાઓને સમર્થન કરીએ છીએ.
ખેડૂતોએ યોજી બેઠક
આપને જણાવી દઇએ કે, નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ પર ખેડૂત સંગઠન (કિસાન) આજે તેનો જવાબ કેન્દ્ર સરકારને મોકલવાની અંતિમ વ્યૂહરચના નક્કી કરી રહ્યો છે. જે અંતર્ગત બપોરે 2 વાગ્યાથી સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોના ખેડૂત નેતાઓ પણ શામેલ છે. આ બેઠકમાં ઉપસ્થિત કિર્તી કિસાન સંઘના ઉપપ્રમુખ અને ખેડૂત અગ્રણી રાજેન્દરસિંહે મીડિયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે બેઠક સવારે 2 વાગ્યાથી શરૂ થઈ છે, જેમાં પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોના અગ્રણી ખેડૂત નેતાઓએ ભાગ લીધો છે.
કૃષિમંત્રીએ યોજી પત્રકાર પરિષદ
કૃષિ કાયદાના વિરોધને લઇને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, બદલાવ માટે કૃષિ કાયદાને લાવવામાં આવ્યો છે, મોટાભાગના ખેડૂતો કૃષિ કાયદાના સમર્થનમાં છે. સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે.