બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 15 વર્ષથી એક્ટ્રેસ હતી રિલેશનમાં, અંતે આ તારીખે બોયફ્રેન્ડ સાથે બંધાશે લગ્નના બંધનમાં, વેડિંગ કાર્ડ લીક
Last Updated: 10:33 AM, 6 December 2024
હાલમાં જ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ બીજીવાર લગ્ન કર્યા છે ત્યારે બીજી એક સાઉથની જાણીતી અભિનેત્રીએ તેના 15 વર્ષ જુના સંબંધને સોશિયલ મીડિયા પર ખૂલીને સ્વીકાર્યો છે અને તેના લગ્નની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
કીર્તિનો 15 વર્ષ જૂનો બોયફ્રેન્ડ એંટની
ADVERTISEMENT
સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે હાલમાં જ તેના 15 વર્ષ જુના બોયફ્રેન્ડ એંટની થાટિલ સાથે ઇન્સ્ટાગ્રામ પર તેના સંબંધ વિશે જાહેર કર્યું છે.
વેડિંગ કાર્ડ થયું વાયરલ
કીર્તિ સુરેશ હાલમાં જ તિરૂપતિ મંદિરના દર્શને ગઈ હતી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે તે જલ્દી એંટની સાથે ગોવામાં લગ્ન કરશે ત્યારે તેનું વેડિંગ કાર્ડ લીક થયું છે.
સોશિયલ મીડિયા પર લીક
સોશિયલ મીડિયા પર લીક થયેલા તેના વેડિંગ કાર્ડ મુજબ કીર્તિ અને એંટની 12 ડિસેમ્બરે લગ્ન કરશે. આ કાર્ડમાં કીર્તિનાં પેરેન્ટ્સ સુરેશ કુમાર અને મેનકા સુરેશના નામ પણ લખેલા છે.
કાર્ડમાં શું લખ્યું છે?
કાર્ડમાં લખ્યું છે કે " અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારી દીકરીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ એક ખાનગી સેરેમનીમાં થશે. અમે આશા રાખીએ છીએ કે તમે તેને આશીર્વાદ આપશો. તમે આ નવદંપતીને તેમની નવી શરૂઆતમાં આશીર્વાદ આપશો તો તે અમારું સૌભાગ્ય હશે. ખૂબ બધો પ્રેમ - સુરેશ કુમાર અને મેનકા સુરેશ"
27 નવેમ્બરે શેર કરેલો ફોટો
કિર્તીએ એંટની સાથે તેનો પહેલો ફોટો 27 નવેમ્બરે શેર કરેલો જેમાં તે બંને દિવાળી ઉજવી રહ્યા હતા. જેમાં એક્ટ્રેસે લખ્યું હતું કે-" 15 વર્ષ થઈ ગયા અને હજુ ઘણા બાકી છે. એંટની સાથે કીર્તિ"
વધુ વાંચો: Video: એક તરફ પુષ્પા 2એ સર્જ્યો ઇતિહાસ, તો બીજી તરફ અલ્લુ અર્જુનના ઘરે જામ્યો દિવાળી જેવો માહોલ
કીર્તિ કરશે બોલીવુડમાં ડેબ્યૂ
વરુણ ધવન સાથે ફિલ્મ 'બેબી જોન'થી કીર્તિ બોલીવુડમાં ડેબ્યૂ કરશે આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT