શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનના કેસ સાથે જોડાયેલ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. તેની સાથે સેલ્ફી લઇ રહેલા શખ્સ કિરણ ગોસાવીના બોડીગાર્ડે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
કિરણ ગોસાવીએ તોડ્યુ મૌન
પ્રભાકર સૈલની વાતોને ગણાવી બેઝલેસ
NCB અધિકારી વાનખેડેને ઓળખતો જ નથી
બોડીગાર્ડે કહી આ વાત
પ્રભાકર સૈલે કહ્યું કે, કિરણ ગોસાવીએ આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ કરી હતી. આ માગ સમીર વાનખેડે તરફથી જ કરવામાં આવી હતી. આર્યન ખાનના ક્રુઝ કેસના NCB સાક્ષી પણ છે. આ તે જ શખ્સ છે જેણે આર્યન સાથે સેલ્ફી લીધી હતી અને વાયરલ થઇ હતી.
ગોસાવીએ કહી આ વાતો
હવે કિરણ ગોસાવીએ પ્રભાકરના આ દાવા પર ચુપ્પી તોડી છે. ગોસાવીએ કહ્યું કે, તે સમીર વાનખેડેને ઓળખતો જ નથી. તેણે આ પ્રકારે નિવેદન આપ્યું હતું.
હું 6 ઓક્ટોબર સુધી મુંબઇમાં હતો
મારે જબરદસ્તી ફોન બંધ કરવો પડ્યો હતો કારણકે મને ધમકી ભરેલા ફોન આવતા હતા
હું વાનખેડેને નથી ઓળખતો, મે બસ તેને ટીવી પર જોયો છે
હું NCBની કોઇ પણ એક્શનનો હિસ્સો નહોતો
મેં દરેક વાત વાંચ્યા બાદ પંચનામામાં સહી કરી હતી.
આર્યન ખાને મને તેની મેનેજર સાથે વાત કરાવવા માટે કહ્યું હતું કારણકે તે સમયે ફોન તેની પાસે નહોતો
આર્યને મને રિકવેસ્ટ કરી કે હું તેની વાત તેના મેનેજર કે મા-બાપ સાથે કરાવી દઉ
હું પ્રભાકરને ઓળખું છું, તેણે મારા માટે કામ કર્યુ છે પરંતુ તેણે કહેલી વાતો ખોટી છે
હું પ્રભાકર સાથે 11 ઓક્ટોબરથી ટચમાં નથી
મારા વિરુદ્ધ પુણેમાં એક કેસ રજીસ્ટર થયો હતો પરંતુ અચાનક તેના પર કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી
મારા જીવને જોખમ છે, મને ધમકી આપવામાં આવી રહી છે કે જેલમાં મને મારી નાંખવામાં આવશે
6 ઓક્ટોબર બાદથી આજ સુધી સમીર વાનખેડે સાથે મારી કોઇ વાત નથી થઇ.