બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / kings xi punjab beat royal challengers bangalore by 8 wickets in ipl 2020
Last Updated: 12:20 AM, 16 October 2020
ADVERTISEMENT
IPLના 13મી સીઝનનો 31માં મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબના નામે રહ્યું. જીત માટે તરસી રહેલી પંજાબની ટીમે ગુરૂવારે રાત્રે શારજાહમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ(RCB)ને 8 વિકેટે હાર આપી છે.
કિંગ્સ ઇલેવને 20 ઓવરમાં 177/2 રન બનાવીને જીતનું લક્ષ્ય મેળવી લીધી. પંજાબે સતત 5 હારનો સામનો કર્યા બાદ આ જીત મળી છે. છેલ્લા બોલ પર જીત માટે એક રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે, સુપર ઓવરમાં જઇ શકે છે. પરંતુ નિકોલસ પૂરને ધમાકેદાર છગ્ગાથી જીત અપાવી. બે શાનદાર પાર્ટનરશિપ કરનારા કેએલ રાહુલ મેન ઓફ ધ મેચ રહ્યા.
ADVERTISEMENT
That's that from Sharjah. What a nail-biting finish as #KXIP win by 8 wickets.#Dream11IPL pic.twitter.com/9CHukKlTjO
— IndianPremierLeague (@IPL) October 15, 2020
કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી પંજાબની આ માત્ર બીજી જીત છે અને તેમને આ 8મો મુકાબલો હતો. તેઓ હજુ પણ છેલ્લા પોઇન્ટ પર છે. પ્લે ઑફની રેસમાં બન્યા રહેવા માટે બાકીની તમામ 6 મેચ કરો યા મરો જેવી છે. બીજી તરફ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમની આ ત્રીજી હાર છે. બેંગલુરૂની પણ આ 8મી મેચ હતી. તેઓ 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત્ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.