બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:59 PM, 17 February 2021
ADVERTISEMENT
પંજાબની ટીમનું નામ બદલાઈ ગયું
ઈન્ડિયન પ્રિમિયર લીગની 8 ટીમો માંથી એક ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે તેની ટીમનું નામ બદલી દીધુ છે. હવે તે આગામી આઈપીએલ સિઝનમા નવા નામ સાથે રમતી જોવા મળશે. પંજાબની ટીમ એક વખત બીજા સ્થાને અને ત્રીજા સ્થાન પર રહી છે પણ તેનાં નામે ક્યારેય આઈપીએલનો ખિતાબ નથી જોવા મળ્યો.
ADVERTISEMENT
ઘણાં સમયથી બદલવા માંગતા હતા
બીસીસીઆઈનાં એક સુત્ર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, પંજાબની ટીમ ઘણા સમયથી ટીમનું નામ બદલવાનો વિચાર કરી રહી હતી અને તેમને લાગી રહ્યું છે કે આગામી આઈપીએલની સિઝન પહેલા ટીમનું નામ બદલી દેવુ યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવામાં આવેલો નિર્ણય નથી. આગામી આઈપીએલ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનું નામ બદલીને પંજાબ કિંગ્સ ટીમ રાખવામાં આવ્યું છે.
હજુ સુધી આઈપીએલનો ખિતાબ નથી જીતી
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રિતિ ઝિંટા અને કરણ પોલની પંજાબ ટીમ જ્યારથી આઈપીએલ શરુ થયુ છે ત્યારથી આઈપીએલમાં ભાગ લે છે પણ તેમ છતાં હજુ સુધી તે કોઈ પણ વાર આઈપીએલનું ટાઈટલ હાંસલ કરી શકી નથી. આગામી આઈપીએલ એપ્રિલમાં શરુ થશે અને તેના માટેની હરાજી આગામી ગુરુવારનાં રોજ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.