બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / દેશની 5 જબરદસ્ત હૈયું કંપાવતી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મો, જોઈ ભલભલાના મોઢામાંથી ચીસ નીકળી જશે
5 ફોટો ગેલેરી
Last Updated: 04:47 PM, 10 August 2024
1/5
વર્ષ 2023 માં, જયમ રવિ, નયનતારા, નારાયણ, વિનોથ કિશન, રાહુલ બોઝ અભિનીત ફિલ્મ ઈરાઈવન આવી. જેનું નિર્દેશન અહેમદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મૂળ તમિલમાં બનાવવામાં આવી છે, જે હવે તમે OTT પર પણ જોઈ શકો છો. આ કહાની અર્જુનની છે જે ACP છે. તે ગુંડાઓ અને ગુનેગારોને છોડતો નથી. તે તેના મિત્ર એન્ડ્રુની બહેન પ્રિયાના પ્રેમમાં છે. પરંતુ પોલીસ કારકિર્દી દરમિયાન તેણે બનાવેલા દુશ્મનોને કારણે તે લગ્ન કરવામાં અચકાય છે. તેને ડર છે કે તેની કારકિર્દી તેના અંગત જીવન પર અસર કરી શકે છે. તે જે વિચારે છે, તે જ થાય છે. તે એક સાયકો સિરિયલ કિલરને મળે છે. આ ગુનેગારને સ્માઈલ કિલર કહેવામાં આવે છે જે યંગ છોકરીઓનું અપહરણ કરે છે અને પછી ક્રૂરતાથી તેમની હત્યા કરે છે. આ ફિલ્મને તમે OTT પ્લેટફોર્મ Netflix પર જોઈ શકો છો.
2/5
આ કહાની ડોક્ટર નાયર અને તેના દર્દી નિત્યાની છે. ફહદ ફૈસીલ ડૉ. એમ કે નાયરના રોલમાં છે અને સાઈ પલ્લવી નિત્યાના રોલમાં છે. નાયક એક મનોચિકિત્સક છે જે વિવિધ શહેરોમાં પ્રવાસ કરે છે અને માનસિક આશ્રયમાં રહેતા દર્દીઓની સારવાર કરે છે. એક દિવસ તે નિત્યાને મળે છે. પછી જ્યારે તેને તેના ભૂતકાળ વિશે ખબર પડે છે ત્યારે તે ચોંકી જાય છે. આગળ, કહાની એવો વળાંક લે છે કે તમે ફિલ્મના સસ્પેન્સ અને થ્રિલરમાં સંપૂર્ણપણે ડૂબી જશો. તમે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.
3/5
બધા જાણે છે કે મલયાલમ સિનેમાના ખૂબ વખાણ થાય છે. આ ફિલ્મ પણ મલયાલમ ફિલ્મ છે જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. અભિલાષ જોશી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં છે. અલબત્ત, ફિલ્મે બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો પરંતુ તેને OTT પર પસંદ કરવામાં આવી હતી. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જે દર્શકો Disney+ Hotstar પર જોઈ શકે છે.
4/5
પુષ્પા ફેમ એક્ટર ફહાદ ફાઝીલની ફિલ્મ ઈરુલ પણ એક શાનદાર સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે જે તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો. કહાની એલેક્સ અને અર્ચનાની છે. એક દિવસ બંને ક્યાંક જઈ રહ્યા હોય છે, રસ્તામાં તેમની કાર ખરાબ થઈ જાય છે. એલેક્સ અને અર્ચના મદદ માટે નજીકના ઘરમાં જાય છે. જ્યાં તેમને રાત વિતાવવા માટે જગ્યા મળે છે પરંતુ ત્યાં પણ મોટી સમસ્યા થાય છે. ફિલ્મમાં મુખ્ય વળાંક ત્યારે આવે છે જ્યારે ઘરનો માલિક તેમની સાથે ખરાબ વર્તન કરે છે. ફિલ્મ એન્ડ સુધી તમને જકડી રાખશે.
5/5
આ પણ એક મલયાલમ ફિલ્મ છે જેનું નિર્દેશન શાજી ખલીજે કર્યું છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, આસિફ અલી, અપર્ણા બાલામુરલી, અન્ના બેન અને દિલેશ પોથાન જેવા સ્ટાર્સ છે. આ કહાની આનંદ અને તેની પત્નીની છે. આનંદ એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. તે તેની ગર્ભવતી પત્ની બિનુ સાથે તિરુવનંતપુરમમાં રહે છે. વાતચીત દરમિયાન આનંદને ખબર પડે છે કે તેની પત્નીનું નામ બિનુ નહીં પરંતુ કાપા છે, જે કોઈ ગુનામાં સામેલ છે અને પોલીસ તેને શોધી રહી છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ