કિમ જોંગ ટૂંક સમયમાં લેશે વ્હાઇટ હાઉસની મુલાકાત,ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર

By : kavan 04:24 PM, 13 June 2018 | Updated : 04:24 PM, 13 June 2018
સિંગાપોર ખાતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર રાજા કિમ જોંગ ઉન વચ્ચે ગઈકાલે બેઠક યોજાઇ હતી. બંધ બારણે યોજાયેલ આ બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે,આ મુલાકાત ધાર્યા કરતાં વધુ સફળ અને સારી રહી. બંને નેતાઓએ બીજી દ્વિપક્ષીય બેઠક અને લંચ બાદ કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ બેઠક બાદ,બંનેએ એક સામૂહિક નિવેદન કરતાં કહ્યું કે, વિશ્વ આવનારા દિવસોમાં મોટા બદલાવને જોશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઉત્તર કોરિયાના કિંગ કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું હતું તેનો તેણે સ્વીકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસ આવશે. આ સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે, નોર્થ કોરિયા ટૂંક સમયમાં જ ન્યુક્લિયર ડિસઆર્મેન્ટ્સની કાર્યવાહીને વેગવંતી બનાવશે. 

આપને જણાવી દઇએ કે,અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની મંત્રણા પર સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું હતું કે,આ મુલાકાત કેટલા અંશે સફળ થાય છે ત્યારે ગતરોજ સિંગાપોર ખાતે યોજાયેલ આ મંત્રણા સફળ રહેતાં સમગ્ર વિશ્વએ હાશકારો થયો અને સાથે જ તેને વધાવી પણ લીધી છે. ટ્રમ્પ અને કિમે પરસ્પરનું અભિવાદન કરીને આ સાથે જ એક અત્યંત સર્વગ્રાહી દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કર્યા છે.Recent Story

Popular Story