ટ્રમ્પને મળવા માટે સિંગાપુર સુધી ટૉઇલેટ લઇ ગયો કિમ, આવું છે કારણ

By : juhiparikh 03:24 PM, 13 June 2018 | Updated : 03:25 PM, 13 June 2018
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મુલાકાત આશા કરતા પણ વધારે સફળ રહી. આ દરમિયાન કિમ જોંગની સુરક્ષા ખૂબ જ કડક રાખવામાં આવી. કેટલાક દિવસો પહેલા ચુસ્ત સુરક્ષાને સમગ્ર દુનિયાએ જોઈ, જ્યારે તે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનને મળવા પહોંચ્યા હતા. તેનાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કિમ પોતાની સુરક્ષાને લઈને કેટલો સાવચેત છે.

હવે સિંગાપુરમાં પ્રવાસ દરમિયાન કિમની સુરક્ષાનું સ્તર શું હતુ, તેની ઝલક જોવા મળી હતી. વાસ્તવમાં કિમ પોતની સાથે નોર્થ કોરિયાથી સિંગાપોરની ફાઇવ સ્ટાર હોટલમાં પોર્ટેબલ ટોઇલેટ લઇને પહોંચ્યો હતો. આ પાછળ તેની સુવિધા ઓછી અને સુરક્ષાનું કારણ વધારે હતુ. વાસ્તવમાં પોર્ટેબલ ટોઇલેટ આ કારણે લઇ ગયો હતો જેથી કિંમ જોંગના સ્ટૂલ એટલે કે મળની કોઇ પણ રીતે તપાસ ન કરી શકાય અથવા તો તેના પર કોઇ પરિક્ષણ ન કરી શકાય.

નોર્થ કોરિયાઇ ગાર્ડ કમાન્ડ રહી ચૂકેલા અને વર્શ 2005માં સાઉથ કોરિયાથી ભાગેલા યન કિયોનએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યુ કે, ''સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ ના કરવાની જગ્યાએ, સાઉથ કોરિયાઇ નેતા પાસે એક પ્રાઇવેટ ટૉઇલેટ છે, જેઓ તેમની સાથે લઇ જાય છે. '' જ્યારે આ માટેનું કારણ પૂછવામાં આવ્યુ તો ત્યારે જણાવ્યુ કે,'' નોર્થ કોરિયાના નેતા જ્યારે પણ કોઇ મિલિટરી બેસનો પ્રવાસ કરે છે અથવા તો ફેકટ્રરીનો પ્રવાસ કરે ત્યારે પણ ટૉઇલેટ સાથે લઇ જાય છે.''

કહેવાઈ રહ્યું છે કે કિમ જોંગને સિંગાપોર લઈ જવા માટે નોર્થ કોરિયાથી ત્રણ અલગ-અલગ વિમાનોએ એક-એક કલાકના અંતરમાં ઉડાણ ભરી હતી. આ ત્રણ વિમાનોમાંથી કિમ કયા વિમાનમાં છે તેની જાણકારી કોઈને નહોતી.

નોર્થ કોરિયાના એક અધિકારી મુજબ આ વાતની સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી હતી કે કિમ જોંગ કયા વિમાનમાં છે. પહેલા વિમાનમાં કિમ જોંગ માટે ખાવા-પીવાની વસ્તુઓ, બૂલેટ-પ્રૂફ લિમોજિન કાર તથા પોર્ટેબલ ટોઈલેટ જેવી વસ્તુઓ હતી.Recent Story

Popular Story