બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાકને પાણી પીવડાવા બાબતે મજૂરને ઘણના ઘા પર ઘા મારી ટીચી નાખ્યો, ધ્રાંગધ્રામાં ધ્રુજાવતું મર્ડર
Last Updated: 06:46 PM, 13 January 2025
ધ્રાંગધ્રામાં વાડીમાં ઘઉંના પાકને પાણી આપવા બાબતે વાડી ભાડે રાખનાર સાથે બબાલ પછી વાડી માલિકે વાડી ભાડે રાખનારની હત્યા કરી નાખી હતી...આ બનાવમાં પોલીસે હત્યારા અર્જુન કોળીને હળવદના વેગડવાવ ગામ પાસેથી પકડી પાડયો.
ADVERTISEMENT
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે અર્જુન કોળીની 25 વીઘાની જમીન છે.. જે વાડી સ્વરૂપે છે. આ વાડીની 20 વીઘા જમીન કંકાવટી ગામે રહેતા 65 વર્ષીય માવજી કોપરણીયાએ ભાડે રાખી હતી, અને તેમાં ઘઉં વાવ્યા હતા. બીજી તરફ બાકી વધેલી 5 વીઘા જમીનમાં અર્જુન કોળીએ પોતાના ઘઉં વાવ્યા હતા.. દરમ્યાન આ પાકને પાણી આપવા મામલે વાત વણસી હતી..
અર્જુન કોળીએ કહ્યું કે 20 વીઘાની તમારી જમીનમાં ઘઉંને પાણી પાવો ત્યારે મારી જમીનમાં ઘઉંને પણ પાણી આપી દેજો, જે વાત માનવાનો ભાડે રાખનાર માવજી કોપરણીયાના પુત્રએ ઇન્કાર કરી દીધો હતો. જે બાદ વાત વણસી હતી. અને વાડી માલિક અર્જુન કોળી અને માવજી કોપરણીયાના પુત્ર વચ્ચે ઝઘડો થઇ ગયો હતો.. જે બાદ વાડી માલિક અર્જુન કોળીએ માવજી કોપરણીયાને પથ્થર ભાંગવાના ઘણના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. વાડીના માલિક અર્જુન કોળી હત્યા કરી ફરાર થઇ ગયો હતો...જો કે આરોપીને પકડીને ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના શેલામાં થાર ગાડીએ ડિલીવરી બોયને ઉલાળ્યો, હિટ એન્ડ રનના કંપાવતા CCTV
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.