બોલિવૂડ / કપિલ શર્મામાં ગોવિંદાનું નામ લઈને કૃષ્ણાની ઉડાવી મજાક, કહ્યું-ચીચી તો તારી સાથે વાત પણ નથી કરતો અને...

Kiku Sharda takes a dig at Krushna Abhishek-Govinda spat during Kapil Sharma Show

કોમેડિયન કૃષ્ણા અભિષેક તથા તેના મામા ગોવિંદાની વચ્ચે છેલ્લાં એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ ગોવિંદા કોમેડિયન કપિલ શર્માના શોમાં આવ્યો હતો. જોકે, આ સમયે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો. તેણે આ એપિસોડમાં કામ કરવાની ના પાડી દીધી હતી. એ પછી કૃષ્ણા અને ગોવિંદા બંનેએ એકબીજા સાથે વાત ન કરવાનું કારણ પણ જણાવ્યું. બંને વચ્ચે ઘણાં સમયથી વાતચીત બંધ છે અને પબ્લિકલી બંને આ વાત એક્સેપ્ટ પણ કરી ચૂક્યા છે. ત્યારે હવે હાલમાં જ કીકૂ શારદાએ ધ કપિલ શર્મા શોમાં એક એપિસોડમાં કૃષ્ણા અભિષેક પર ગોવિંદાને લઈને ટોન્ટ માર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ