પંચમહાલના કાલોલના પરૂણા ગામની શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા નદી પાર કરવી પડે છે. ગોમા નદી પસાર કરીને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચે છે. ચોમાસામાં ગોમા નદી બે કાંઠે વહે છે. જેમાં 50 વિદ્યાર્થીઓ રોજ નદી પાર કરીને શાળાએ પહોંચ છે. તેઓ માનવ સાકળ રચીને નદી પાર કરે છે. અનેક રજૂઆત બાદ પણ પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું નથી. આસપાસના ગ્રામજનોએ અનેક વખત આ મામલે રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ પણ તંત્ર આખઆંડા કાન કરે છે. વિદ્યાર્થીઓની મુશ્કેલી તંત્રને કેમ દેખાતી નથી ? . કેટલીક વાર પાણી ઓસરવાની રાહ જોઈ શાળા છૂટયા પછી પણ કલાકો સુધી બાળકો નદીના કાંઠે બેસી રહેતા હોય છે. આવા અચાનક ધસમસી આવતા પૂરના સમયે જો બાળકો નદીનો પટ પસાર કરી રહ્યા હોય તો મોટી હોનારત સર્જાઈ શકે છે તેનું સાતત જોખમ રહે છે. આ વિસ્તારમાં નદીમાં અચાનક પૂર ધસી આવતા ત્રણ જેટલા મરણ થઈ ચૂક્યા છે તેવા વિસ્તાર અને જોખમ વચ્ચે 50થી વધુ વિદ્યાર્થીઓ ભણતર મેળવવા માટે રોજેરોજ નદીમાથી અવાર જવર કરવા મજબૂર બને છે. શાળા ચાલુ હોય ત્યારે વરસાદ વરસે અને નદી સતત બે કાંઠે વહેતી થઈ જાય તેવા સંજોગોમાં બાળકોને પરત મોકલવાના બદલે રેહવાની શાળા ખાતે જ વ્યવસ્થા કરવા શિક્ષકો મજબૂર બને છે. કેમ કે નદીમાંથી પસાર થઈ શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં વીસ કિલોમીટર કરતાં વધુનો પ્રવાસ ખેડવો પડે છે.