kidnapping of minor hindu girl And marriage of minor girl in pakistan
પાકિસ્તાન /
પાકિસ્તાન કોર્ટે હિંદુ સગીરાનાં ધર્મ પરિવર્તના કેસમાં આપ્યો એવો ચૂકાદો કે તમે પણ કોર્ટના ચૂકાદાના વખાણ કરશો
Team VTV07:35 AM, 20 Feb 20
| Updated: 09:28 AM, 20 Feb 20
પાકિસ્તાનનમાં સિંધ પ્રાંતમાં સગીરાનું અપહરણ કરી બળજબરી પૂર્વક ધર્મપરિવર્તન કરી લગ્ન કરાવવાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની કોર્ટે આ લગ્નને અમાન્ય જાહેર કરી દોષિતો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
હિન્દુ યુવતીને ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરવાના કેસમાં કોઈ પાકિસ્તાની કોર્ટે આ પ્રકારનું કડક અને ન્યાયીક ચૂકાદો આપ્યો હોય એવું પહેલીવાર બન્યું છે. જેમાં ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ અપાયો છે.
પાકિસ્તાન કોર્ટે લગ્નને અમાન્ય ગણાવ્યા
ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરીએ અલી રાજા સોલાંગી નામના શખ્સે 9માં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેનુ ધર્મપરિવર્તન કરાવી બળજબરીથી લગ્ન કર્યા હતા. સમગ્ર ઘટના મુદ્દે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સોલાંગીએ દાવો કર્યો હતો કે, ‘સગીરાએ તેની મરજીથી ધર્મપરિવર્તન કર્યો છે.’ જોકે સગીરાની ઉંમર અને સાક્ષીઓના નિવેદનને આધારે પાકિસ્તાની કોર્ટે આ લગ્નને ફોક ગણાવ્યાં હતા.
અત્રે નોંધનીય છે કે અવાર નવાર પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓ સાથે બળજબરી પૂર્વક લગ્ન કરવા અને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાના અનેક કેસનોંધાયા છે. તેમજ પાકિસ્તાનમાં લઘુમતિ સાથે અમાનવીય વર્તન કરી મહિલાઓની આબરુને લુંટવાના અનેક કેસ નોંધાયા છે. ત્યારે પાકિસ્તાની આ કોર્ટનો કેસમાં ચૂકાદો લઘુમતિઓ માટે ન્યાય માટે આશાના કિરણ દેખાવા સમાન બની રહેશે. પાક.કોર્ટનો આ નિર્ણય લોકોએ આવકાર્યો હતો.