સગીરાની માતાને શંકા જતાં સગીરાના મોબાઈલ ફોનમાં મેસેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સગીરાનું અપહરણ કરીને આચર્યુ દુષ્કર્મ
આરોપી વિશાલ પરમારની અટકાયત
અપહરણમાં વપરાયેલ બાઈક પણ જપ્ત
વડોદરામાં ધોરણ 12મા અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. વિશાલ પરમાર નામના શખ્સે સગીરાનું અપહરણ કરી મિત્રના ઘરે લઇ જઇને બે વખત દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
માતાએ મોબાઈલ તપાસ કરતા થયો ખુલાસો
સગીરાની માતાને શંકા જતાં સગીરાના મોબાઈલ ફોનમાં મેસેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાની માતાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે પોસ્કોનો ગુનો નોંધીને આરોપી વિશાલ પરમારની અટકાયત કરી છે. સાથે જ વિશાલ સગીરાને જે બાઇક પર અપહરણ કરીને લઇ ગયો હતો તે બાઇક પણ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકડાઉન સમયમાં ઓનલાઈન અભ્યાસ વખતે થયો સંપર્ક
લોકડાઉન સમયે સગીરાને પરિવાર તરફથી મોબાઈલ આપવામાં આવ્યો હતો. ઓનલાઈન અભ્યાસ માટે સગીરાને મોબાઈલનો ઉપયોગ કરવા માટે આપ્યો હતો. આ દરમિયાન યુવકે યુવતીને ફોન કર્યો અને બંને સંપર્કમાં આવ્યા હતા. જે બાદ યુવક અવાર-નવાર તેનો પીછો પણ કરતો હતો. જે દરમિયાન યુવકે યુવતીને પોતાના મીત્રના ફ્લેટ પર લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાધ્યો હતો. યુવક પણ સગીરાની નજીકની સોસાયટી પાસેની સોસાયટીમાં રહે છે.