લગ્ન બાદ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલી હોલી સેલિબ્રેટ કરી રહેલી કિયારા અડવાણીએ ફેન્સને ખાસ અંદાજમાં રંગોના તહેવારની શુભકામનાઓ પાઠવી છે.
લગ્ન બાદ કિયારા-સિદ્ધાર્થની પહેલી હોળી
હોળી પર કિયારાએ શેર કર્યા ખાસ ફોટો
ફેન્સને અલગ અંદાજમાં હોળીની શુભકામનાઓ આપી
બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી આ વર્ષે પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલી હોળી સેલિબ્રેટ કરી રહી છે. બી ટાઉનના મોસ્ટ લવડ કપલે રાજસ્થાનના જેસલમેરમાં 7 ફેબ્રુઆરીએ રોયલ વેડિંગ કરી હતી.
ત્યારથી આ કપલ ચર્ચામાં છવાયેલું છે. ત્યાં જ પોતાની પહેલી હોળી પર મિસિઝ મલ્હોત્રા એટલે કે કિયારાએ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાના અનસીન ફોટો શેર કરી ફેંસને હોળીની શુભકામનાઓ આપી છે.
કિયારા-સિદ્ધાર્થે ફેંસને આપી હોળીની ભેટ
કિયારાએ ઈન્સ્ટા પર સિદ્ધાર્થ અને પોતાની તસવીર શેર કરી છે. આ તેમની હલ્દી સેરેમનીની અનસીન તસવીરો છે. બંન્નેના ચહેરા પર હલ્દી લાગેલી છે અને બંન્ને એક બીજાને સ્માઈલની સાથે જોઈ રહ્યા છે.
આ ફોટોને શેર કરતા કિયારાએ કેપ્શનમાં લખ્યું છે, "મારા અને મારા લવની તરફથી તમને અને તમારા લવ વંસને હેપ્પી હોળી."
તસવીરોમાં કિયારા નારંગી શરારા પહેરીને ખૂબ જ એટ્રેક્ટિવ દેખાઈ રહી છે. એક્ટ્રેસે પોતાના લુકને ફ્લાવર જ્વેલરી સાથે કમ્પ્લેટ કર્યો છે. ત્યાં જ તસવીરોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પોતાની લેડી લવ સાથે ટ્વિનિંગ કરતા નારંગી કલરના કૂર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.
કિયારા અને સિદ્ધાર્થે મુંબઈમાં હોસ્ટ કર્યું હતું ગ્રાન્ડ રિસેપ્શન
જણાવી દઈએ કે આ વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડ્રીમી વેડિંગ કરી હતી. આ જોડીએ પહેલા દિલ્હી અને પછી મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પણ હોસ્ટ કર્યું હતું.