બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kiara reached Jaisalmer, groom Siddharth also left, royal wedding will be held in this palace, know all the updates

ડોલી સજા કે રખના / કિયારા પહોંચી જેસલમેર, વરરાજા સિદ્ધાર્થ પણ રવાના, આ મહેલમાં થશે રૉયલ વેડિંગ, જાણો તમામ અપડેટ્સ

Megha

Last Updated: 03:47 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિયારા તેના પરિવાર સાથે જેસલમેર પહોંચી ગઈ છે અને પહેલીવાર પિતા જગદીપ અડવાણી પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દીકરીના લગ્ન વિશે વાત કરી છે

  • કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ 
  • કિયારાના પિતાએ પહેલીવાર લગ્ન પર મૌન તોડ્યું
  • કિયારા અને મનીષ મલ્હોત્રા પંહોચ્યાં જેસલમેર 
  • વરરાજા સિદ્ધાર્થ પણ એરપોર્ટ જવા રવાના 

SIDKIARA WEDDING: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણીનું નામ હાલ લગ્નની ખબરોને લઈને સતત ચર્ચામાં છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના પરિવારજનોએ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. પણ ઈ-ટાઈમ્સના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 7 ફેબ્રુઆરીએ સિડ અને કિયારા રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પરિવારજનો જેસલમેર પહોંચી ગયા છે અને પ્રી-વેડિંગ ફંક્શન આજથી જ શરૂ થશે. 

કિયારાના પિતાએ પહેલીવાર લગ્ન પર મૌન તોડ્યું
જણાવી દઈએ કે કિયારાના પિતા જગદીપ અડવાણી પણ દીકરીના લગ્ન માટે જેસલમેર પહોંચી ગયા છે અને કિયારાના પિતાએ પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના કિયારાના લગ્ન વિશે વાત કરી છે. હાલ જ પાપારાઝી સાથે વાત કરતા કિયારાના પિતાએ કપલને આવનારા સમય માટે 'ઓલ ધ બેસ્ટ' કહીને શુભેચ્છા પાઠવી હતી. 

કિયારા અને મનીષ મલ્હોત્રા પંહોચ્યાં જેસલમેર 
કિયારા અડવાણીના લગ્નની વિધિઓ આજે સાંજથી શરૂ થવા જઈ રહી છે અને કિયારા અડવાણી જેસલમેર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે કિયારા જેસલમેર એરપોર્ટ પર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. આ સાથે જ તેનો આખો પરિવાર પણ  જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને દરેકના ચહેરા પર લગ્નનો ઉત્સાહ સાફ દેખાઈ રહ્યો હતો.

વરરાજા સિદ્ધાર્થ પણ એરપોર્ટ જવા રવાના 
કિયારા હાલ જેસલમેર પંહોચી ગઈ છે એવામાં તેના બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્ન માટે જેસલમેર જવાની તૈયારી કરી રહ્યો છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા તેના દિલ્હીના ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યો હતો. આ દરમિયાન એ તેના ભાઈ અને માતા સાથે જોવા મળ્યા હતા. 

સંગીત સેરેમનીમાં બોલિવૂડના ગીતો વગાડવામાં આવશે
એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે કપલના પરિવારના સભ્યોએ ખાસ પરફોર્મન્સની તૈયારીઓ કરી લીધી છે અને સંગીત સેરેમની માટે ઘણા લોકપ્રિય બોલિવૂડ ટ્રેક્સની સૂચિ બનાવવામાં આવી છે. આ લિસ્ટમાં કાલા ચશ્માથી લઈને બિજલી, રંગસારી, ડિસ્કો દીવાને અને નચદે ને સારા સુધીની ઘણા બૉલીવુડ ગીતો પ્લેલિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે. 

બોલિવૂડની મહેંદી ક્વીન લગાવશે કિયારાને મહેંદી
બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણીના હાથ પર મહેંદી અન્ય કોઈ નહીં પરંતુ બોલિવૂડની મહેંદી ક્વીન વીણા નાગડા લગાવશે.વીણા નાગડા એક સેલિબ્રિટી મહેંદી કલાકાર છે. જેઓ અગાઉ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ સહિત અનેક સુંદરીઓને તેમના સાજનના નામની મહેંદી લગાવી ચૂક્યા છે.

કંગનાએ કર્યા સિડ-કિયારાના વખાણ 
હાલનાં સમયમાં બધી બાજુ સિડ-કિયારાના વેડિંગને લઈને ખૂબ જ બઝ છે. એવામાં હવે બોલિવુડ એક્ટ્રેસ કંગનાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે. હકીકતે કંગનાએ પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ફોટો શેર કર્યા અને લખ્યું, "આ કપલ કેટલું સુંદર છે. ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોની સાથે સાથે અસલી પ્રેમ ખૂબ જ ઓછો જોવા મળે છે. આ કપલ એક સાથે ખૂબ જ સારા દેખાય છે." 

સંકળાયેલા મુદ્દાઓ

#SidKiaraWedding SidKiaraWedding Sidharth Kiara Wedding Sidharth Malhotra and Kiara Advani Wedding કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા SIDKIARA WEDDING
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ