બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:11 PM, 28 November 2022
ADVERTISEMENT
કિયારા-સિદ્ધાર્થ આગામી વર્ષે એપ્રિલમાં કરશે લગ્ન
મીડિયા રિપોર્ટસ મુજબ કિયારા-સિદ્ધાર્થ આગામી વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાના છે. હવે તેમના લગ્નને લઇને વધુ એક રસપ્રદ રિપોર્ટસ સામે આવ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિયારા-સિદ્ધાર્થ સૌથી પહેલા કોર્ટ મેરેજ કરશે.
ADVERTISEMENT
કપલના લગ્ન ખાનગી થશે
ઈન્સ્ટન્ટ બોલીવુડના ઈન્સ્ટાગ્રામ રિપોર્ટ મુજબ, કિયારા-સિદ્ધાર્થ એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, કપલના લગ્ન ખૂબ પ્રાઈવેટ થવાના છે. લગ્નમાં પરિવાર સિવાય કોઈ પણ બહારનુ વ્યક્તિ સામેલ નહીં થાય.
દિલ્હીમાં થશે કપલના લગ્ન
રિપોર્ટ મુજબ આ લગ્નમાં માત્ર કિયારા અને સિદ્ધાર્થના નજીકના મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત રહેશે. જેમાં બોલીવુડમાંથી કોઈને પણ લગ્નમાં આમંત્રિત નહીં કરવામાં આવે. કપલના લગ્ન દિલ્હીમાં થશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કિયારા-સિદ્ધાર્થ દિલ્હીમાં કોર્ટ જઇને રજીસ્ટર મેરેજ કરશે અને પછી તેઓ રિસેપ્શન કરશે અને ત્યારબાદ એક કૉકટેલ પાર્ટી રાખશે.
બોલીવુડમાંથી કયા-કયા લોકો રહેશે ઉપસ્થિત
જો કે, રિસેપ્શનમાં બોલીવુડમાંથી કયા-કયા લોકો ઉપસ્થિત રહેશે તે અંગે અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ એટલુ નક્કી છે કે કપલના લગ્ન એપ્રિલમાં દિલ્હીમાં થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.