બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kiara advani and sidharth malhotra wedding couple haldi mehendi sangeet functions

મનોરંજન / કિયારા-સિદ્ધાર્થના લગ્ન: આજથી શરૂ થશે વિધિઓ, અંબાણી પણ બનશે મહેમાન, પેલેસમાં થશે રૉયલ વેડિંગ

Premal

Last Updated: 05:02 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિયારા અને સિદ્ધાર્થના પ્રી-વેડિંગ કાર્યક્રમ આજથી શરૂ થઇ રહ્યાં છે. જણાવવામાં આવ્યું છે કે દિવસે ગણેશ સ્થાપના થશે. ત્યારબાદ મહેંદી અને હલ્દીની વિધિઓ થશે. જાણો લગ્નમાં શું હશે ખાસ?

  • કિયારા અને સિદ્ધાર્થના પ્રી-વેડિંગ કાર્યક્રમ આજથી શરૂ
  • 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં કરશે લગ્ન
  • બોલીવુડની ઘણી સેલિબ્રિટીઓ પોતાનો જાદુ વિખેરશે

કિયારા અને સિદ્ધાર્થ 6 ફેબ્રુઆરીએ કરશે લગ્ન  

બોલીવુડના કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હંમેશા માટે એક થઇ રહ્યાં છે. કિયારા અને સિદ્ધાર્થ 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કરવાના છે. બંનેનો ગ્રાન્ડ વેડિંગ પરિવાર અને નજીકના મિત્રોની વચ્ચે ઈન્ટીમેટ રીતે થશે. લગ્નની વિધિઓ આજથી શરૂ થઇ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ક્યારે થશે હલ્દી-મહેંદી

કિયારા અને સિદ્ધાર્થના પ્રી-વેડિંગ કાર્યક્રમ રવિવારથી શરૂ થઇ રહ્યાં છે. જણાવવામાં આવ્યું છે કે દિવસે ગણેશ સ્થાપના થશે. ત્યારબાદ મહેંદી અને હલ્દીની વિધિઓ થશે. લગ્નના કાર્યક્રમ માટે અમુક વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મહેંદી અને હલ્દીની વિધિ બાદ સાંજે મધુર સંગીત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલીવુડની ઘણી સેલિબ્રિટીઓ પોતાનો જાદુ વિખેરશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lakshmi Lehr (@lakshmilehr)

જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે  

હલ્દી-મહેંદીની વિધિ બાદ 6 ફેબ્રુઆરીએ કિયારા અને સિદ્ધાર્થ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લઇને હંમેશા માટે એકબીજાના જીવનસાથી બનશે. લગ્ન બાદ 7 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ પાર્ટી પણ રાખવામાં આવશે. 

કોણ બનાવશે કિયારાને દુલ્હન? 

કિયારાના બ્રાઈડલ મેકઅપ અને કૉસ્ટ્યુમ ડિઝાઈન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વેડિંગ ડ્રેસ માટે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને મેકઅપ માટે મેકઅપ કલાકાર સ્વર્ણલેખા ગુપ્તા ત્યાં પહોંચી ગયા છે. કિયારાના હેરસ્ટાઈલિસ્ટ અમિત ઠાકુર અને બોલીવુડની મહેંદી ડિઝાઈન ક્વીન વીણા નાગદા પણ વેડિંગ વેન્યુ પર આવી ગઇ છે. વેડિંગ શૂટ કવર કરવા માટે વિશાલ પંજાબી પોતાની આખી ટીમની સાથે જેસલમેર પહોંચી ગયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આ સેલિબ્રિટીઓ બનશે લગ્નમાં ખાસ અતિથિ 

બોલીવુડની ઘણી સેલિબ્રિટીઓ કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં ઉપસ્થિત થવા માટે જેસલમેર પહોંચશે. જાણકારી મુજબ, રવિવારે આશરે 12 વાગ્યે મુંબઈમાં આવતી ચાર્ટર ફ્લાઈટમાં કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, ઈશા અંબાણી સહિત અન્ય સેલિબ્રિટીઓ લગ્ન સ્થળે પહોંચશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kiara Advani Kiara Advani-Sidharth Malhotra wedding Sidharth Malhotra Kiara Advani-Sidharth Malhotra wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ