ઓટો ન્યૂઝ / લાંબા સમયથી રાહ જોવાતી Kia Sonet ભારતમાં થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણી આજે જ બુક કરાવશો

Kia Sonet Compact Suv Launched In India At Starting Price Of Rs 6.71

કિઆએ ભારતમાં તેની ત્રીજી સબ કોમ્પેક્ટ SUV સોનેટને લોન્ચ કરી દીધી છે. કારના બેઝ મોડલ (1.2 લિટર એન્જિનવાળી એચટીઈ)ની કિંમત 6.71 લાખ રૂપિયા છે અને ટોપ મોડલ (જીટીએક્સ)ની કિંમત 11.99 લાખ રૂપિયા છે. આ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ (એક્સ-શોરૂમ) છે. આ એક સબ-4 મીટર કોમ્પેક્ટ એસયૂવી છે, જેની ઝલક કંપનીએ ગયા મહિ ને દેખાડી હતી. કંપનીએ તેની ડિઝાઈન અને ફીચર્સની જાણકારી પહેલાં જ જાહેર કરી દીધી હતી. આજે માત્ર કિંમતની જાહેરાત કરાઈ છે. કિઆ સોનેટની ટક્કર Maruti Suzuki Vitara Brezza, Hyundai Venue, Tata Nexon, Mahindra XUV300 અને Ford EcoSport જેવી કારો સાથે થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x