બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલે કેવી રીતે આચર્યું PMJAY કૌભાંડ? કડીના કણજરી ગામથી VTV ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
Last Updated: 04:30 PM, 12 November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કૌભાંડ ખુલી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે રૂપિયા કમાવવા કડી તાલુકાના 4 ગામમાં કેમ્પ કર્યા હતા. કડીના કણજરી, વાધરોડા, કરસનપુરા, વિનારકપુરા (હનમનીયા) ગામોમાં કેમ્પ કર્યા હતા
ADVERTISEMENT
VTV NEWSની ટીમ એ જગ્યાએ પહોંચી હતી જે જગ્યાએ કેમ્પ યોજાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના કણજરી ગામમાં પણ નિશુલ્ક કેમ્પ યોજાયો હતો.. 3 મહિના પહેલા કણજરીમાં કેમ્પનું આયોજન થયું હતું. કણજરી ગામમાં 20 થી 25 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. PMJAY કાર્ડ હતા તેવા 12 લોકોને અમદાવાદ બોલાવ્યા હતા તેમાંથી 6 લોકોની એન્જિયોગ્રાફી કરી નાંખી હતી.. આમ માત્ર એક ગામ નહીં આ રીતે અનેક ગામોમાં કેમ્પ કરીને અનેક લોકોની કોઇપણ જાતની પરમિશન વગરજ એન્જિયોગ્રાફી કરી નાંખી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરાયું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલની 'ખ્યાતિ' સારી નથી, અહીં ગયા તો ગયા સમજો! ચોંકાવનારા ખુલાસા બન્યો ચર્ચાનો વિષય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.