બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર', ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે સરકાર પર વિપક્ષનો ખૂંખારો
Last Updated: 06:03 PM, 12 November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન મુદ્દે હવે રાજકારણની એન્ટ્રી થઈ હોય તેવું જણાઈ રહી છે. ખ્યાતિ હોસ્પિટલ મામલે કોંગ્રેસ નેતાઓએ ખૂંખારો ખાઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મંત્રી ડૉ.મનીષ દોશી અને અમિત ચાવડા તેમજ સાંસદ ગેનીબેન ઠાકોરએ સરકારને આડે હાથે લીધી છે. મનીષ દોશીએ કહ્યું કે, 'આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે' તો અમિત ચાવડા ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યાની વાત કરી ગર્જ્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાત કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકરે કહ્યું કે, સરકાર તરફથી અપાતા હેલ્થ કાર્ડનો દુરૂપયોગ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
CAGના અહેવાલ બાદ પણ સરકારી જાગી નથી: ડૉ.મનીષ દોશી
કોંગ્રેસ નેતા ડૉ.મનીષ દોશીએ કહ્યું કે, આયુષ્માન કાર્ડ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. આરોગ્ય સેવાનું સરકારે ખાનગીકરણ કરી દીધું છે. વધુમાં કહ્યું કે, વિરમગામ અંધાપાકાંડના લોકો હજુ ન્યાય માગી રહ્યા છે. CAGના અહેવાલ બાદ પણ સરકારી જાગી નથી ત્યારે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. બેદરકારી દાખવનાર સામે ફરિયાદ દાખલ થવી જોઈએ
ADVERTISEMENT
2022માં જો કડક પગલાં ભર્યા હોત તો ફરી આવું ન બન્યું હોત: અમિત ચાવડા
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. હોસ્પિટલની બેદરકારીથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં અગાઉ પણ બેદરકારી થયાનું સામે આવ્યું હતું. વર્ષ 2022માં જો કડક પગલાં ભર્યા હોત તો ફરી આવું ન બન્યું હોત.
આ પણ વાંચો: ઝાલોદ ન.પા.ના અંધારપટ વહીવટના કારણે નાગરિકો ત્રસ્ત, MGVCLનું 19500000થી વધુનું વીજ બિલ ભરવાનું છે બાકી
ગેનીબેન ઠાકોરએ શું કહ્યું ?
ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી મોત મુદ્દે સાંસદ ગેનીબેન બોલ્યા કે, સરકાર તરફથી અપાતા હેલ્થ કાર્ડનો દુરૂપયોગ થઈ રહ્યો છે. આવી હોસ્પિટલોની ખાસ ટીમો સરવે કરતી હોય છે. જરૂરિયાત ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કરી નાખે છે. ઘટનાને લઈ તટસ્થ તપાસ થવી જોઈએ. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.