બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મુદ્દે મોટી કાર્યવાહી, નોંધાઈ ફરિયાદ, જુઓ કોણ-કોણ ઝપેટે ચડ્યાં
Last Updated: 11:27 PM, 13 November 2024
ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડને લઈ કાર્યવાહીનો દોર શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરનાર તબીબ, ડાયરેક્ટર, CEO સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
તબીબ, ડાયરેક્ટર, CEO સામે નોંધાઈ ફરિયાદ
ડૉ.પ્રશાંત વજીરાણી અને ડૉ.સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ CDMO ડૉ.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલને PMJAY યોજનામાંથી કરાઇ બ્લેક લિસ્ટ, ટૂંક સમયમાં જાહેર થશે નવી SOP
ધમનીઓમાં બ્લોકેજ બતાવી હતી તેવું બ્લોકેજ સીડીમાં ન જોવા મળ્યું
ફિઝિકલ ફાઈલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવતા કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. જે ધમનીઓમાં બ્લોકેજ બતાવી હતી તેવું બ્લોકેજ સીડીમાં ન જોવા મળ્યું તેમજ CPR સારવારની નોંધના સમયમાં પણ છેકછાક કરી હોવાનું સામે આવ્યું છે. કાર્ડીયોલોજીસ્ટ હાજર હોવાની નોંધ પણ રિપોર્ટમાં ન હોવાનો ખુલાસો થતાં કાર્યવાહી કરવામાં આવી છે. PMJAY યોજનાનો લાભ મેળવવા માટે સ્ટેન્ડ મુક્યુ હોવાથી ગુનો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.