બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલ વિવાદ: 'હું ઘોડા જેવી વગડે-બગડે દોડું, છતાંય કહ્યું કે તમારે હ્રદયની તકલીફ છે', VTV પર દર્દીઓનો ઘટસ્ફોટ

અમદાવાદ / ખ્યાતિ હોસ્પિટલ વિવાદ: 'હું ઘોડા જેવી વગડે-બગડે દોડું, છતાંય કહ્યું કે તમારે હ્રદયની તકલીફ છે', VTV પર દર્દીઓનો ઘટસ્ફોટ

Last Updated: 06:04 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રમિલાબેનએ કહ્યું કે, ''ગામમાં કેમ્પ હતો એટલે કે ચાલો બતાવી આવીએ, બાકી મારે બીમારી કંઈ પણ નથી, હું ઘોડા જેવી વગડે-બગડે બધે દોડું, પણ મને કહ્યું કે, તમારે હર્દયની તકલીફ છે''

અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલે રૂપિયા કમાવવાની લાયમાં લોકોના ખોટા ઓપરેશન કર્યાની વાત ચર્ચામાં આવી છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. ત્યારે VTV NEWSની ટીમે દર્દીઓ સાથે વાતચીત કરી છે.

'PMJAY કાર્ડ હોય તેમના જ ઓપરેશન કરવામાં આવ્યા'

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, જે લોકોને PMJAY કાર્ડ હોય તેમના જ ઓપરેશન કરવામાં આવ્યા છે. કોઈ બિમારી ન હોવા છતા ઓપરેશન કરીને આરોગ્ય સાથે ચેડા કરાયા છે.

'હાથની નસમાં સળિયો નાંખવામાં આવ્યો હતો'

બોરીસણાના પોપટભાઈએ જણાવ્યું કે, ''મને માનસિક રોગ અને ડાયાબિટીસ હતી અને મને અહીં લાવવામાં આવ્યો હતો પરંતુ આ હોસ્પિટલમાં એની સુવિધા નથી છતા પણ મારા હાથની નસમાં સળિયો નાંખવામાં આવ્યો હતો, પરંતુ હવે બહુ જ ડરે લાગે છે, મારા પરિવારમાં હું અને મારો છોકરા બે જણ જ છીએ''.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ વિવાદ: જુઓ દર્દીઓને વધારાની સારવાર માટે ક્યાં ખસેડાયા, સામે આવ્યું RMOનું નિવેદન

PROMOTIONAL 12

''હું ઘોડા જેવી... પણ કહ્યું કે, હર્દયની તકલીફ''

રમિલાબેનએ કહ્યું કે, ''ગામમાં કેમ્પ હતો એટલે કે ચાલો બતાવી આવીએ, બાકી મારે બીમારી કંઈ પણ નથી, હું ઘોડા જેવી વગડે-બગડે બધે દોડું. પરંતુ ગામમાં કેમ્પમાં બતાવ્યું તો કહ્યું તમારે તો હર્દયની તકલીફ છે. જેનાથી તમારે અમદાવાદ આવવું પડશે ત્યાં તમારી સારવાર થશે. હર્દયની વાત આવી એટલે ડર લાગ્યુ કે, ચાલો બતાવી આવીએ''. વધુમાં કહ્યુ કે, ''અહીં બતાવવા આવ્યા એટલે હાથમાં સળીયા નાંખવામા આવ્યા. મારી સાથે મારા પતિ હતા એમનું ચેકએપ કર્યું તો એમને તો કહ્યું કે, તમારે તો બે નળીઓ બ્લોક છે અને સ્ટેડ મૂકીને ICUમાં મૂકી દીધા''.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Khyati Hospital Ahmedabad Khyati Hospital Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ